કોરોના બાદ આવી નવી બિમારી, અમદાવાદ સિવિલમાં મ્યુકોરમાઈકોસીસના 44 કેસ નોંધાયા

અમદાવાદ-

મ્યુકોરમાઈકોસીસ એટલે એક જાતનું ફંગસ ઇન્ફેકશન જે શરીરના કોઈપણ ભાગમાં થઇ શકે છે. આ બિમારીમાં દર્દીને આંખો અને મગજ પર અસર થાય છે. મળતી માહિતી મુજબ ઘણા કેસોમાં દર્દીનું મૃત્યુ પણ થઇ શકે છે. 44 કેસમાંથી અત્યાર સુધીમાં આ બીમારીને કારણે 9 જેટલા દર્દીઓના મોત થયા છે. આ રોગમાં નાકના હાડકા નબળા પડવા લાગે છે. દર્દીને શરદી, તાવ, નાક બંધ થવું, રસી થવી તેમજ નાકમાં ગાંઠ પણ પડી શકે છે. કેટલાક કિસ્સાઓમાં આંખોની દ્રષ્ટિ પણ જતી રહે છે. કોરોનામાંથી સ્વસ્થ થયેલા દર્દીઓ કે જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેમજ ડાયાબિટિસ અને હાઇ બ્લડપ્રેશરના દર્દીઓમાં આ રોગ થવાની શક્યતા વધારે છે. કોરોના અગાઉ પણ આ રોગ લોકોમાં જોવા મળતો હતો, પરંતુ અગાઉ આ રોગની ટકાવારી ઓછી હતી.અમદાવાદમાં કોરોના વાઇરસના કેસ ઘટવાનું નામ નથી લઇ રહ્યા તેવામાં એક નવી બિમારી સામે આવી છે. કોરોના બાદ હવે મ્યુકોરમાઈકોસીસ નામના ફંગલ ઇન્ફેક્શનના 44 કેસ અમદાવાદ સિવિલ હોસ્પીટલમાં નોંધાયા છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution