સુરત-
કપોદ્રામાં રહેતો જીતેન્દ્ર ઉર્ફે જીતુ જાેખમે ૧૬ વર્ષની છોકરી પર દુષ્કર્મ ગુજારવાને કારણે જેલના સળિયા ગળવાનો વારો આવ્યો છે. ત્યારે ૨૦૧૯માં તે જામીન પર છૂટ્યો હતો જે બાદ તેણે સાવરકુંડલાની ૧૪ વર્ષની છોકરી પર પણ રેપ કર્યો હતો. તેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપીને તેની સાથે બે વાર દુષ્કર્મ કરીને ગર્ભવતી બનાવી હતી. આ અંગે છોકરીનાં પરિવારને જાણ થતા માતાએ સાવરકુંડલા પોલીસમાં બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો. જે બાદ પોલીસે આરોપી જીતુ જાેખમને સુરતથી ઝડપી પાડ્યો છે.
આ કેસમાં મળતી માહિતી પ્રમાણે, વર્ષ ૨૦૧૪માં આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ જાેખમ કાપોદ્રામાં રહેતો હતો. ત્યારે નજીકમાં રહેતી ૧૬ વર્ષની કિશોરીને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી ગયો હતો. જે બાદ કિશોરીને ગર્ભવતી બનાવી દીધી હતી. કિશોરીએ બાળકને જન્મ આપ્યો. ત્યારબાદ આરોપીએ તેના એક મિત્રને કિશોરીને સોંપી દીધી હતી.
આ કેસમાં કિશોરીએ જીતુ અને તેના મિત્ર સામે કાપોદ્રા પોલીસમાં રેપનો ગુનો નોંધાવ્યો હતો. આ કેસમાં બંનેની ધરપકડ થઇ હતી. આની સજા ભોગવતા જીતુને ૨૦૧૯માં જામીન મળ્યા હતા. જામીન બાદ લોકડાઉન શરૂ થતા તે સાવરકુંડલા સંબંધીના ઘરે રહેવા ગયો હતો. જ્યાં તેણે ૧૪ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. આરોપી જીતુ સગીરાને જાણે સગાઇ કરતો હતો તેમ વિંટી પહેરાવતો હતો. તે સમયે તેના મિત્રએ ફોટા પાડ્યો હતો. આ ફોટો બતાવીને સગીરાને ધમકાવતો અને ડરાવતો હતો કે, તે આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશે. સગીરાને બ્લેકમેઇલ કરવાની ધમકી આપીને તેણે સગીરા પર બે વાર દુષ્કર્મ ગુજાર્યું હતું. જેમા સગીરા ગર્ભવતી બની ગઇ હતી. જેથી પરિવારમાં જાણ થતા માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ એસઓજીએ આરોપી જીતુને સુરતથી ઝડપી પાડ્યો હતો.
થોડા સમય પહેલા પણ આવી જ એક ઘટના સામે આવી હતી. સુરતના ચોકબજારના ફૂલવાડી વિસ્તારમાં રહેતી કિશોરીએ ચોકબજાર પોલીસ મથકમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણીએ જણાવ્યું હતું કે, એક યુવકે તેને પ્રેમજાળમાં ફસાવી અવારનવાર તેણીની સાથે બળાત્કાર કર્યો હતો. જાેકે આ દરમિયાન તે ગર્ભવતી થઇ જતા આખરે બંનેએ લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ સગીરા ડીલેવરી માટે પોતાના પિયર ગઈ હતી. જાેકે ત્યારબાદ તેણીના પતિએ તેના ચારિત્ર્ય પર શંકા કરી તેને એલફેલ બોલી મહેણાંટોણાં મારતો હતો અને બાદમાં તેણીને પરત લઇ જવાની ના પડી દીધી હતી.