ટોકયો-
ભારતીય પુરુષ હોકી ટીમ 41 વર્ષના ઇતિહાસને રચવા માટે આજે મેદાને ઉતરી હતી. જે ઇતિહાસે ચાર દાયકાનો ઇતિહાસ કરી દીધો હતો. ભારતે 4-4 થી જીત મેળવીને બ્રોન્ઝ હાંસલ કર્યો હતો. ભારત અને જર્મની વચ્ચે હોકીની જબરદસ્ત ટકકર થઇ હતી. જોકે ભારતીય ટીમ શરુઆત થી જ શાનદાર રમત જોવા મળી હતી. મેડલ મેળવવાનો જુસ્સો ભારતીય ખેલાડીઓમાં જોવા મળી રહ્યો હતો. જે જુસ્સાએ ઓલિમ્પિકમાં મેડલની તરસને સંતોષી લીધી હતી. બ્રોન્ઝ મેડલ મેળવવા માટે ભારતીય પુરુષ હોકી ટીમ OI સ્ટેડિયમમાં જર્મન ટીમ સામે ટકરાઈ હતી. આ મેચની બીજી મિનિટમાં જર્મન ખેલાડી તૈમુરે ગોલ કરીને જર્મનીને 1-0ની લીડ અપાવી હતી. પ્રથમ ક્વાર્ટરના અંત સુધીમાં, જર્મનીએ 1-0ની લીડ મેળવી, ત્યારબાદ સિમરનજીત સિંહે બીજા ક્વાર્ટરની શરૂઆતમાં શાનદાર પાસ મેળવ્યો જેને તેણે ગોલમાં ફેરવ્યો. આ ગોલ સાથે ભારત અને જર્મની 1-1ની બરાબરી પર હતા. બીજા ક્વાર્ટરની 24 મી મિનિટે જર્મન ટીમના બેન્ડિકેટે પ્રથમ ગોલ કરીને પોતાની ટીમને 2-1થી લીડ અપાવી હતી, ત્યારબાદ 25 મી મિનિટે નિકલ્સે બીજો ગોલ કરીને જર્મન ટીમને 3-1થી લીડ અપાવી હતી. એ જ ક્વાર્ટરમાં ભારત માટે અંતર ઘટાડતી વખતે હાર્દિક સિંહે ગોલ કર્યો હતો, ત્યારબાદ ભારત 3-2 સુધી પહોંચી ગયું હતું. ભારતીય પુરુષ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ પર પોતાનો દાવો રજૂ કરવા માટે OI સ્ટેડિયમ ખાતે જર્મન ટીમનો સામનો કરતા બ્રોન્ઝ મેડલ જીત્યો છે.