૨૪ કલાક બાદ કાલાઘોડા બ્રિજ ફરી શરૂ

વડોદરા શહેરમાં બુધવારે ખાબકેલા મુસળધાર વરસાદની સાથે આજવા સરોવર માંથી પાણી છોડાતા વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી હતી. જાેકે, ગુરૂવારે સાંજ વિશ્વામિત્રી નદીની સપાટી ૨૮ ફૂટની ઉપર જતા ગુરુવારે સાંજે સતત ટ્રાફીક થી ધમધમતા કાલાધોડા બ્રિજને બંધ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી મોડી રાત્રે કારેલીબાગ થી સમા જવાના રસ્તે આવેલો મંગલ પાંડે બ્રિજ પણ વાહનોની અવર જવર માટે બંધ કરવામાં આવ્યો હતો.જાેકે, સપાટીમાં ધટાડો થતાં સવાર થી મંગલ પાંડે બ્રિજ અને સાંજે કાલાધોડા બ્રિજ પણ વાહનોની અવર જવર માટે ખુલ્લો કરવામાં આવ્યો હતો. શહેરમાં ખાબકેલો ધોધમાર વરસાદ અને આજવા માંથી પાણી છોડાતા વિશ્વામિત્રી નદી સતત ત્રીજા દિવસે ભયજનક સપાટીની ઉપર વહી રહી છે. ગઈકાલે સાંજે વિશ્વામિત્રી નદીએ ૨૮ ફૂટની સપાટી વટાવતા પોલીસ વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે શહેરના સૌથી વ્યસ્ત બ્રિજીસમાં એક એવા કાલાધોડા બ્રિજને વાહનોની અવર જવર માટે બંધ કરવામાં આવ્યો હતો.જાેકે, સપાટીમાં વધારો ચાલુ રહેતા મોડી રાત્રે કારેલીબાગ રાત્રી બજાર પાસેનો મંગલ પાંડે બ્રિજને પણ બંધ કરવામાં આવ્યો હતો.જાેકે, મંગલપાંડે બ્રિજ સવારે ખોલી નાંખવામાં આવ્યો હતો. જ્યારે લગભગ ૨૪ કલાક જેટલો સમય બંધ રાખ્યા બાદ કાલાધોડા ખાતે વિશ્વામિત્રીની સપાટી ૨૮ ફૂટની નીચે જતા સાંજે કાલાધોડા બ્રિજને પણ વાહનોની અવર – જવર માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

વડસર હજુ પાણીમાં

વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી સતત વધતા નદી કાંઠાના વિસ્તારમાં આવેલા વડસર ગામ, કોટેશ્વર અને કલાલી તેમજ આસપાસના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો ફસાઈ ગયા હતા. વડસર અને કોટેશ્વર જવાના રસ્તા પર પાણી ભરાઈ જતા લોકોને બહાર નિકળવુ મુશ્કેલ બન્યુ હતુ. જાેકે, નદીની સપાટી હજુ ૨૬ ફૂટ થી ઉપર રહેતા આજે સતત બીજા દિવસે પણ આ વિસ્તારમાં પાણી ભરાયેલા રહેતા નોકરી- ધંધાર્થી જવામાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાકે બહાર નિકળવા માટે ફાયર બ્રિગેડની મદદ લીધી હતી.વડોદરા શહેરમાં થયેલા ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીમાં છોડાયેલા પાણીના પગલે નદીએ ભયજનક સપાટી વટાવતા શહેરના નદી કાંઠાના અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.જાેકે, આજે સતત બીજા દિવસે પણ નદી કિનારે આવેલા અકોટા ગામ તેમજ વડસર, કોટેશ્વર તેમજ કલાલીના કેટલાક વિસ્તારોમાં ખાસ કરીને મુખ્ય માર્ગો પર આજે પણ ધુંટણસમાં પાણી ભરાયેલા રહેતા લોકોને ધરોમાંજ રહેવાની ફરજ પડી હતી. નદીના પાણીની સાથે મુખ્ય માર્ગ પર મગર, સાપ પણ આવી જતા લોકોમાં ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે. જાેકે, કોટેશ્વર ખાતે આવેલા કાંસા રેસીડન્સીના અનેક રહીશોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. આજે પણ વડસરના રાઠોડવાસ માંથી કેટલાક વ્યક્તીનુ રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution