૨૦ વર્ષ બાદ સિંગાપુરના વડાપ્રધાનપદે અર્થશાસ્ત્રી લૉરેંસ વોંગે શપથગ્રહણ કર્યા


 સિંગાપોર :સિંગાપોરને ૨૦ વર્ષ પછી નવા વડાપ્રધાન મળ્યા. રાષ્ટ્રપતિ થર્મન ષણમુગરત્નમે અર્થશાસ્ત્રી લૉરેંસ વોંગને દેશના ચોથા વડાપ્રધાન તરીકે શપથ અપાવ્યા. લૉરેંસ વોંગ ૫૧ વર્ષના છે અને તેઓ ૭૨ વર્ષીય લી સિએન લૂંગનું સ્થાન લેશે, જેઓ ૨૦ વર્ષ સુધી સિંગાપોરના વડાપ્રધાન હતા.લૉરેંસ વોંગ સત્તાધારી પીપલ્સ એક્શન પાર્ટીના નેતા પણ છે. જેઓ ૫ દાયકાથી વધુ સમયથી સિંગાપોરનું નેતૃત્વ કરી રહ્યા છે.વોંગે નેશનલ પેલેસ ખાતે ટેલિવિઝન સમારોહ દરમિયાન વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. વોંગ સિંગાપોરના પહેલા વડાપ્રધાન છે જેનો જન્મ દેશની આઝાદી બાદ થયો હતો.મળતી માહિતી મુજબ લૉરેંસ વોંગે તેમના વર્તમાન વડા પ્રધાન તેમજ નાણાં પ્રધાન પદ જાળવી રાખશે. શપથ ગ્રહણ દરમિયાન લૉરેંસ વોંગે કહ્યું કે સિંગાપોર અને તેના ૫૯ મિલિયન લોકો પ્રત્યે તેમની નમ્રતા અને ફરજની ઊંડી ભાવના હશે. તે દેશ અને લોકોના કલ્યાણ માટે સતત પ્રયત્નો કરશે.લૉરેંસ વોંગની રાજકીય કારકિર્દી વિશે વાત કરીએ તો, તે ૨૦૨૦ માં પેન્ડેમિક ટાસ્ક ફોર્સના સહ-અધ્યક્ષ તરીકે સેવા આપતી વખતે ચર્ચામાં આવ્યા હતા. તેમની કુશળ રાજકીય નેતૃત્વ ક્ષમતા અને સાથી નેતાઓમાં લોકપ્રિયતાને જાેતાં, તેમને એપ્રિલ ૨૦૨૨ માં લીના અનુગામી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ સાથે તેમને નાણામંત્રીનું પદ પણ મળ્યું. આ પદ પર તેઓ ટકાઉપણું, અસમાનતા અને રોજગાર જેવા મુદ્દાઓનો સામનો કરવા માટે સરકાર અને લોકો વચ્ચે “સામાજિક કોમ્પેક્ટ” બનાવવાના તેમના પ્રયત્નો માટે વ્યાપકપણે જાણીતા બન્યા હતા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution