કાબૂલ એરપોર્ટ પર અફરા-તફરીનો માહોલ, ઉડતા વિમાનમાં લટકાયેલા 2 વ્યક્તિ જમીન પર પટકાયા

કાબુલ-

અફઘાનિસ્તાન પર તાલિબાને કબજો કરી લેતા નાગરિકો તાત્કાલિક દેશ છોડીને ભાગી રહ્યા છે. આ દરમિયાન ભયાનક એક વીડીયો સામે આવ્યો છે, જેમાં લોકો દેશ બહાર જવા માટે ઉડતા વિમાનમાં લટકી રહ્યા હતા. જોકે વિમાનનું હવા ઉડતા જ તે લોકો જમીન પર પટકાયા હતા. વીડિયોમાં જોવા મળે છે કે, પ્લેનમાં લટકી રહેલા બે નીચે પટકાયા હતા. જોકે આ ઘટનાને લઈને નક્કર સમાચાર મળ્યા નથી. કાબુલમાં તાલિબાને કબજો કરી લીધો છે. રાષ્ટ્રપતિ અશરફ ગની અને ઉપરાષ્ટ્રપતિ અમીરુલ્લાહ સાલેહ પોતાના નજીકના સાથીઓ સાથે દેશ છોડી દીધો. બાદમાં તાલિબાને રાષ્ટ્રપતિ ભવન પર કબજો કરી લીધો હતો . તાલિબાની રાજ શરૂ થતાં જ અફઘાનિસ્તાનની સ્થિતિ ભયાવહ થઈ ગઈ છે. જ્યાં જુઓ ત્યાં અફરાતફરીનો માહોલ છે. અફઘાનિસ્તાનમાં વસવાટ કરી રહેલા વિદેશી નાગરિકો સહિત દેશના લોકો પણ અફઘાનિસ્તાન છોડવા હવાતિયા મારી રહ્યા છે વિમાનોની અંદર નહીં પણ જીવના જોખમે વિમાનની ઉપર બેસી મુસાફરી કરતાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં રહેતા અફઘાની વિદ્યાર્થીઓએ વીટીવી સમક્ષ પોતાની આપવીતી જણાવી છે ત્યાં રહેતા તેમના પરિવાર પર જીવનું જોમખ મંડરાઈ રહ્યું છે. લોકો ડરીને હાંફળા ફાફડા થઈ આશરો શોધી રહ્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution