કાબુલ-
અફઘાનિસ્તાનના ગઝનીમાં એક રિક્શામાં છૂપાવાયેલો બોંબ ફૂટતાં ઓછામાં ઓછાં 15 બાળકો માર્યા ગયા હતા,જયારે 20થી વધુને ઇજા થઇ હતી.
ગઝની પ્રાંતના ગવર્નર વહીદુલ્લા જુમાજાદાએ કહ્યું હતું કે ગઝનીના ગિલાન જિલ્લામાં આ કરુણ ઘટના બની હતી. બાળકોને રસ પડે એવી વસ્તુઓ લઇને રિક્શાચાલક જેવો ગિલાન વિસ્તારમાં પ્રવેશ્યો અને બાળકોએ રિક્શાને ઘેરી લીધી કે તરત બોમ્બ વિસ્ફોટ થયો હતો. 15 બાળકો તરત મરણ પામ્યાં હતાં અને બીજા વીસને ઇજા થઇ હતી. કોઇ આતંકવાદી સંસ્થાએ આ બોમ્બ વિસ્ફોટની જવાબદારી સ્વીકારી નહોતી. પોલીસ તપાસ ચાલુ હતી. બાળકોને શા માટે બોમ્બ વિસ્ફોટનો ભોગ બનાવાયો એની તપાસ પણ થઇ રહી હતી. છેલ્લા થોડા સમયથી અફઘાનિસ્તાનની સરકાર આતંકવાદી જૂથો સાથે સતત વાટાઘાટો કરી રહી હોવા છતાં વચ્ચે વચ્ચે આતંકવાદી હુમલા થતા રહ્યા