એફોર્ડેબલ હાઉસિંગ માત્ર સપનું ઃ અમેરિકામાં લોકોને હવે ઘર ખરીદવા પોસાતા નથી


નવીદિલ્હી,તા.૫

અમેરિકાનો મિડલ ક્લાસ મકાનના ભાવવધારાથી ત્રસ્ત છે અને તેની ફરિયાદ છે કે પગારનો મોટો હિસ્સો મકાનની ખરીદીમાં અથવા તેને લગતા ટેક્સમાં જતો રહે છે. મોટા ભાગના રાજ્યોમાં મોર્ગેજ રેટ વધારે છે અને લોકો દર મહિને ૪૦ ટકા જેટલી આવક માત્ર મકાનને લગતા ખર્ચમાં વાપરે છે. આ સ્થિતિમાં કોઈ હલ દેખાતો નથી.અમેરિકામાં ૪૩ ટકા પગાર મકાન પાછળ ખર્ચાઈ જાય છે, એફોર્ડેબલ હાઉસિંગ માત્ર સપનુંઅમેરિકામાં લોકોને હવે ઘર ખરીદવા પોસાતા નથી. મકાનો હવે એફોર્ડેબલ નથી રહ્યા અને ૨૦૦૭ પછી અત્યારે ઘર ખરીદવા માટે સૌથી ખરાબ સ્થિતિ છે એવું એક રિપોર્ટમાં જણાવાયું છે. એટોમ ડેટા સોલ્યુશનનો રિપોર્ટ કહે છે કે મકાનની ખરીદી સાથે જે ખર્ચ જાેડાયેલા હોય તે બધા ખર્ચ વધી ગયા છે. જેમ કે મોર્ગેજનો ખર્ચ, મકાન માલિકીનો ઈન્શ્યોરન્સ, રિયલ એસ્ટેટ પરનો ટેક્સ - આ બધું વધી ગયું છે અને મકાન ખરીદનારની દર મહિને જે આવક હોય તેમાંથી ૩૫ ટકા હિસ્સો આ બધા ખર્ચમાં જ જતો રહે છે. અમેરિકામાં રિયલ એસ્ટેટ માર્કેટની બધી હલચલ વિશે માહિતી આપે છે. તેમાં જણાવાયું છે કે અગાઉ મકાનમાલિકની જે ટેક હોમ ઈન્કમ હોય તેમાંથી ૩૨ ટકા રકમ મકાનને લગતા ખર્ચમાં જતી હતી અને હવે ૩૫ ટકા રકમ તેમાં જતી રહે છે. અમેરિકાના કેટલાક ભાગોમાં તો હાઉસિંગને લગતા ખર્ચ આના કરતા પણ વધુ છે. અમેરિકાના ૩૩ ટકા લોકો પોતાના પગારનો ૪૩ ટકા હિસ્સો માત્ર મકાનની પાછળ ખર્ચી નાખે છે જેમાં મોર્ગેજ, ઈન્શ્યોરન્સ, ટેક્સ બધું આવી જાય છેે હોમ બાયર્સ માટે અમેરિકામાં ચિત્ર એકદમ સ્પષ્ટ છે. મકાનના ભાવ વધતા જાય છે અને મોર્ગેજ રેટ પણ ઉંચો છે. આવામાં મકાનો એફોર્ડેબલ રહ્યા નથી અને મોટા ભાગના લોકોની પહોંચની બહાર જતા રહ્યા છે. અમેરિકામાં જ્યારે જ્યારે હાઉસ બાઈંગની સિઝન આવે ત્યારે આ ટ્રેન્ડ ખાસ જાેવા મળે છે કારણ કે ત્યારે મકાનની ડિમાન્ડ વધી જતી હોય છે. ૨૦૧૨માં અમેરિકામાં હાઉસિંગ માર્કેટમાં તેજી આવી ત્યારથી આવી સ્થિતિ છે. સ્થિતિ એવી છે કે અમેરિકામાં મોટા ભાગના લોકો આ વાતથી પરેશાન છે. તેમનું કહેવું છે કે અમારો સેલરી વધવાનો રેટ નીચો છે અને મકાનના ભાવ ઝડપથી વધી રહ્યા છે. રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટના ભાવ જે ઝડપથી વધે છે તે ઝડપથી લોકોની આવક નથી વધતી તેવું આ રિપોર્ટ કહે છે. ખાસ કરીને કેલિફોર્નિયાના લોસ એન્જલસ, ઈલિનોઈસની કૂક કાઉન્ટી અને એરિઝોનાની મેરિકોપા કાઉન્ટીમાં આવક અને મકાનના ખર્ચ વચ્ચે ડિફરન્સ વધતો જાય છે. અમેરિકામાં મકાન એક વખત ખરીદી લીધું એટલે વાર્તા પૂરી થઈ ગઈ એવું નથી. મકાનની જાળવણી માટે પણ સારો એવો ખર્ચ આવે છે અને તેમાં પગારનો મોટો હિસ્સો જતો રહે છે. અમેરિકામાં વેસ્ટ અને નોર્થઈસ્ટનો જે એરિયા છે તે સૌથી વધુ મોંઘો છે. લોકોને અહીં ઘર ખરીદવા પોસાતા નથી. કેલિફોર્નિયાની સાન્તા ક્રુઝ કાઉન્ટીમાં મકાન પોસાય તેના માટે આખા વર્ષના પગારના ૧૧૪ ટકા ડોલરની જરૂર પડે છે. એટલે કે તમારી જે કમાણી હોય તેના કરતા પણ ૧૪ ટકા વધુ રકમ મકાન પાછળ જતી રહે છે. ન્યૂયોર્ક સિટીની કિંગ કાઉન્ટીમાં ૧૧૨ ટકા આવક મકાન પાછળ જતી રહે છે. એટલે કે આવા મોંઘા શહેરમાં તમારા માથે છાપરું હોય તે બહુ ખર્ચાળ સાબિત થાય છે. જાેકે, આખા અમેરિકામાં આવી સ્થિતિ છે એવું નથી. જેમ કે પેન્સિલ્વેનિયામાં લોકોએ પોતાના પગારમાંથી મકાન માટે ઓછો ખર્ચ કરવો પડે છે. અહીં કેમ્બ્રિયા કાઉન્ટીમાં મકાન પાછળ લગભગ વર્ષે ૨૦ હજાર ૬૦૦ ડોલર જાય છે. પરંતુ એક વાત નક્કી છે કે ૨૦ વર્ષ અગાઉ લોકોના જે પગાર હતા અને મકાનોના જે ભાવ ચાલતા હતા તેમાં મકાન એફોર્ડેબલ હતા. જ્યારે આજે જે પગાર છે અને મકાનોનો જે ભાવ ચાલે છે તેમાં મકાનો પોસાય તેવા રહ્યા નથી. પહેલી વખત મકાન ખરીદનારા લોકો બહુ મુંઝવણમાં છે. તેમણે મકાન ભાડે રાખવું કે પોતાનું ઘર ખરીદવું તેમાંથી એક ર્નિણય લેવાનો હોય તે તેઓ ઘરનું ઘર ખરીદવાના બદલે ભાડે લેવાનું વધારે પસંદ કરે છે. રિયલ એસ્ટેટ એજન્ટો પણ કહે છે કે તેમના મોટા ભાગના ક્લાયન્ટની ફરિયાદ છે કે અમેરિકામાં ઘર હવે એફોર્ડ કરી શકાય તેવા નથી. હવે આમાં હોમ ઓનર્સ માટે કયા વિકલ્પો છે. ઘણા લોકોએ પોતાની અમુક આવક શેરબજારમાં રોકેલી છે અને તેમાં તેમને સારું વળતર મળી રહ્યું છે. તેથી મકાનોના ભાવ વધ્યા તેમ માર્કેટમાંથી રિટર્ન પણ મળ્યું છે તેથી તે અમુક પ્રમાણમાં ખર્ચને સરભર કરી આપે છે. લોકો પહેલા કરતા વધુ ડાઉનપેમેન્ટ કરીને ઘર ખરીદે છે એટલે કે આ રૂટ તેમને ફાવી ગયો છે. ઘણા લોકો નવા નવા રસ્તા શોધી કાઢે છે. કેટલાક લોકો ફેમિલીમાંથી રૂપિયા ઉછીના લઈને મકાન ખરીદે છે. કેટલાક લોકોએ મકાન માટે જે સપના જાેયા હોય તેમાં બ્રેક લગાવે છે. એટલે કે નાના મકાન ખરીદીને ચલાવે છે અથવા જેમાં રિનોવેશનની જરૂર હોય તેવા ઘર સસ્તામાં ખરીદે છે. ભારતની જેમ જ અમેરિકામાં પણ રસ્તા શોધી કાઢે છે. તેથી તેઓ સિટીના સેન્ટરની નજીક રહેવાના બદલે દૂર રહેવા જાય છે જ્યાં મકાન સસ્તામાં મળી શકે છે. અમેરિકાના હાઉસિંગ માર્કેટમાં આવી સ્થિતિ ક્યાં સુધી રહેશે? એક્સપર્ટ્‌સ કહે છે કે જ્યાં સુધી મકાનોનો સપ્લાય નહીં વધે ત્યાં સુધી આવું જ રહેશે. યુએસમાં મકાનોની જે ડિમાન્ડ છે તેને પહોંચી વળવા માટે લગભગ ૨૫ લાખથી લઈને ૭૦ લાખ સુધી મકાનોની ઘટ છે. બિલ્ડરો હવે આ શોર્ટેજને પૂરી કરવા માટે નવા નવા રસ્તા શોધી રહ્યા છે. મે ૨૦૨૪માં વેચાયેલા ૪૮ ટકા મકાનોની કિંમત ચાર લાખ ડોલરથી ઓછી હતી જ્યારે અગાઉના વર્ષમાં ૪૩ ટકા મકાનોની વેલ્યૂ આના કરતા ઓછી હતી. તેથી લોકો લોકોશનમાં બાંધછોડ કરીને મકાનો ખરીદવાનું પસંદ કરે છે. આ દરમિયાન મકાનની ડિમાન્ડ ઉંચી જ છે અને બે લાખથી સાડા ત્રણ લાખ ડોલરની રેન્જમાં જે મકાનો હોય તેની સૌથી વધારે ડિમાન્ડ જાેવા મળી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution