ર્નિમલા સીતારમણે કહ્યું કે, બેંકોને વિવિધ વ્યૂહરચનાઓ સાથે આવવાની જરૂર છે જે બેંકિંગ સિસ્ટમમાં થાપણોને આકર્ષે. જાહેર ક્ષેત્રની બેંકોમાં વિદેશી રોકાણ વધારવા માટે કોઈ પ્રસ્તાવ નથી. ભારતીય રિઝર્વ બેંક (ઇમ્ૈં)ના કેન્દ્રીય નિયામક મંડળની ૬૦૯મી બેઠક નવી દિલ્હીમાં ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં યોજાઈ. આમાં કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી ર્નિમલા સીતારમણે કેન્દ્રીય બોર્ડના નિર્દેશકોને સંબોધ્યા અને તેમની સાથે વાતચીત કરી. નાણામંત્રીએ પોતાના સંબોધનમાં કેન્દ્રીય બજેટ ૨૦૨૪ ૨૫ના વિઝન, તેના ફોકસ ક્ષેત્રો અને નાણાકીય ક્ષેત્રની અપેક્ષાઓને રેખાંકિત કર્યા. નાણામંત્રીએ 'વિકસિત ભારત' માટેની પ્રાથમિકતાઓને પણ રેખાંકિત કરી. આ ઉપરાંત તેમણે થાપણ ખાતા માટે નોમિનીની સંખ્યા વધારવાના પણ સંકેત આપ્યા છે. તેમણે જણાવ્યું કે બેંક ખાતાઓમાં નોમિનીની સંખ્યા વધારીને ચાર કરવાનો પ્રસ્તાવ છે. નાણામંત્રી ર્નિમલા સીતારમણે કહ્યું કે અમે થાપણ ખાતાઓમાં નોમિનીની સંખ્યા વધારવા માટે પ્રસ્તાવ કરી રહ્યા છીએ. નોમિની માટે સરળતા પ્રદાન કરવા માટે પણ જાેગવાઈઓ કરવામાં આવી છે. આની સાથે જ બેંકો માટે રિપોર્ટિંગ સમયમાં પણ સુધારાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે બેંકોને થાપણ રકમ વધારવા માટે મુખ્ય વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપવામાં આવી છે. ગ્રાહકોને બેંકમાં થાપણ મૂકવા માટે પ્રોત્સાહિત કરવા હેતુ લાભ આપવાની જરૂર છે. ન્યૂઝ એજન્સી છદ્ગૈં અનુસાર, કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણે કહ્યું, અમે બેંકિંગ રેગ્યુલેશન સુધારો લાવી રહ્યા છીએ. સુધારા અધિનિયમ લાવવાના ઘણા કારણો છે. આ કેટલાક સમયથી પેન્ડિંગ હતું, કારણ કે તેની લાંબા સમયથી રાહ જાેવાતી હતી. સહકારી ક્ષેત્રના બેંકિંગ ક્ષેત્ર સંબંધમાં આમાં કેટલાક પુનર્ગઠન પણ કરવામાં આવ્યા છે અને નામાંકન એ વસ્તુઓમાંથી એક છે જે ગ્રાહક અનુકૂળ પગલું છે કારણ કે મને લાગે છે કે ગ્રાહકો માટે આ વિકલ્પ હોવો મહત્વપૂર્ણ છે અને એ પણ સુનિશ્ચિત કરવું કે પછીથી નામાંકિત વ્યક્તિને પોતાની યોગ્ય વસ્તુનો દાવો કરવામાં કોઈ મુશ્કેલી ન પડે. શેરબજાર વિશે પણ નાણામંત્રી સીતારમણે પોતાની વાત કહી. તેમણે કહ્યું કે શેરબજારમાં રિટેલ રોકાણ વધ્યું છે. બેંકોને વિવિધ વ્યૂહરચનાઓ સાથે આવવાની જરૂર છે જે બેંકિંગ સિસ્ટમમાં થાપણોને આકર્ષે. જાહેર ક્ષેત્રની બેંકોમાં વિદેશી રોકાણ વધારવા માટે કોઈ પ્રસ્તાવ નથી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (ઇમ્ૈં)ના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે નોમિનીનો મુદ્દો લાંબા સમયથી પેન્ડિંગ હતો અને શુક્રવારે આ રિપોર્ટિંગ સાથે, બેંકો માટે બિઝનેસ કરવાની સરળતામાં પણ સુધારો થયો છે અને તુલનાત્મક રીતે તે સારું છે. જ્યાં સુધી દાવા વગરની થાપણોનો સંબંધ છે, ગયા વર્ષે અમે એક વિશેષ ઝુંબેશ ચલાવી હતી, જેના હેઠળ અમે દરેક બેંકને તેમની પાસેની દાવા વગરની થાપણોની સંખ્યાના આધારે તપાસ કરવાની સલાહ આપી હતી, તમારા સ્તરે સક્રિયપણે આગળ વધવું જાેઈએ.