યાત્રા કે પ્રવાસ માટે ‘ઑફ સીઝન’ પસંદ કરવાના ફાયદા

લેખકઃ સિધ્ધાર્થ છાયા | 



અઠવાડિયાની શરૂઆતમાં ગંગોત્રીધામમાં લોકો ફસાઈ ગયા હોવાના સમાચાર વાંચ્યા. ત્યારબાદ અસંખ્ય લોકો અહીં ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હોવાના ફોટા પણ આવ્યા. લોકો ત્રણ-ચાર રાત્રિથી ઠંડીમાં પોતાની કારમાં જ બેસીને ટ્રાફિક જામ હળવો થવાની રાહ જાેઈ રહ્યા હોવાનું પણ સાંભળ્યું.એવું તો નહોતું કે બદ્રીનાથ અને કેદારનાથ ક્યારેય આપણી આસ્થાના સ્થાનો નહોતાં. પરંતુ છેલ્લા પાંચથી છ વર્ષથી કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયાસોથી અહીં આવનારાઓ અને દર્શનાર્થીઓની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. આ કારણસર હવે વધુને વધુ લોકો બદ્રી-કેદારના દ્વાર ખુલતાની સાથે જ તેમના દર્શન કરવા માટે આ તરફ દોડવા લાગે છે.


આમ જુઓ તો આ બંને ધાર્મિક સ્થળો મે મહિનાથી મોટેભાગે દેવદિવાળી સુધી કે તેના પછીના અમુક દિવસો સુધી ખુલ્લા રહેતા હોય છે એટલે એક રીતે તો ઉતાવળ કરવાની કોઈજ જરૂર નથી હોતી.પરંતુ આપણે આજકાલ જરાક ીટષ્ઠઙ્મેજૈદૃીહીજજમાં માનીએ છીએ. એટલે દ્વાર ખુલતાની સાથેજ પહેલો લાભ લેવાની હોડ લાગી જાય છે. અને આથી આ તીર્થસ્થાનો પર ભીડ ભેગી થઇ જાય છે.જાે કે આ શ્રદ્ધાળુઓને કારણે ફક્ત ઉપરોક્ત ધાર્મિક સ્થળોનું નહીં, પરંતુ દેશભરમાં આવેલા તમામ ધાર્મિક સ્થળોનું અર્થતંત્ર ચાલે છે એ પણ સ્વીકારવું રહ્યું. અહીંના સ્થાનિકોના વ્યાપાર શ્રદ્ધાળુઓના આવવાથી ધમધમે છે, પરંતુ છેવટે તો આ સ્થાનિકો અહીંના રહેવાસીઓ જ છે. જાે આપણે જે કિલોમીટરો દૂરથી આવીને અહીં તકલીફમાં મુકાઈ જઈએ છીએ તો પછી અહીં જ રહેતા લોકોને આપણે કારણે, આપણે ઊભી કરેલી ભીડના કારણે તકલીફ નહીં પડતી હોય?


આ વર્ષની વાત જરા અલગ પણ લાગે છે. એ હકીકતથી કોઈજ ઇન્કાર નહીં કરી શકે કે છેલ્લા પાંચ વર્ષમાં એક સામાન્ય હિંદુ પોતાના ધર્મ, પરંપરા અને ધાર્મિક સ્થળોના મહત્વ વિશે વધુને વધુ જાગૃત થયો છે. આમાં ટીનેજર્સ, યુવાનો પણ સામેલ છે. આથી ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં તેમનો ઉત્સાહ પણ વધ્યો છે. આજનો ટીનેજર અને યુવાન પોતાના ધર્મના સ્થાનો, ચિહ્નો, પ્રતીકો વગેરેને પોતાના મોબાઈલમાં કેદ કરીને તેને જાહેર કરવામાં જરાય શરમાતો નથી.


આથી બદ્રીનાથ અને કેદારનાથના દ્વાર ક્યારે ખુલે અને ક્યારે હું ત્યાં જઈને ઈશ્વરના આ ધામમાં એક રીલ બનાવીને શેર કરું એ ઉત્સાહ આ વર્ષે વધારે પ્રમાણમાં ભળ્યો છે. ઉપરોક્ત ીટષ્ઠઙ્મેજૈદૃીહીજજ પણ અહીં ભળી છે અને તેને કારણે પણ તકલીફ ઉભી થઇ છે. અમુક લોકો આ ઉત્સાહીઓને શ્રદ્ધાળુઓ નહીં, પરંતુ ફક્ત વ્લોગર્સ કે રિલ્સ બનાવનારાઓ કહીને તેમને ઉતારી પાડે છે, પરંતુ એવું કેમ નથી તેનું કારણ આપણે ઓલરેડી ઉપર વાંચી ચૂક્યા છીએ. આ ફક્ત બદ્રી-કેદાર પૂરતું જ સીમિત નથી. દેશનું કોઇપણ રાજ્ય હોય ત્યાંના લોકો વેકેશનમાં કે એક સાથે બે-ત્રણ રજા આવતી હોય તો તેનો ઉપયોગ કરવા માટે નજીકમાં આવેલા ફરવાના સ્થળોએ ઉપડી જાય છે. આમ અચાનક નક્કી કરેલા પ્રોગ્રામને નક્કી કરતી વખતે કદાચ લોકો એવું નથી વિચારતા હોતા કે ત્યાં આવો પ્રોગ્રામ કરીને આવનારા આપણે એકલા જ નહીં હોઈએ.

હજી આ શિયાળાના અંતે જ માઉન્ટ આબુમાં થયેલા ચિક્કાર ટ્રાફિક જામના ફોટા આપણી નજર સમક્ષ છે જ. બેશક અઢળક પ્રવાસીઓ આવે તો જે તે પ્રવાસન સ્થળના અર્થતંત્રને બુસ્ટ મળે છે, પણ તેનાથી ફેલાતી અવ્યવસ્થાનું શું? સરકાર પહેલાં પોતાના પ્રવાસન સ્થળોનું પ્રમોશન કરે એટલે લોકો આવે અને પછી ઢગલાબંધ લોકો આવે એટલે સ્થાનિકો સરકારને જ દોષ આપે.

સરકાર અને વ્યવસ્થા જાળવતા તંત્રની ક્ષમતા અમુક લોકોને જ કંટ્રોલ કરવા જેટલી હોય છે. જે સ્થળે એક સાથે પાંચ-પચીસ હજાર લોકોને કંટ્રોલ કરી શકાતા હોય ત્યાં પંચોતેર હજાર કે એક લાખ લોકો એક સાથે પહોંચી જાય તો કોઇપણ દેશની સરકાર તેને કંટ્રોલમાં ન જ લાવી શકે.આ બધામાં આપણે પર્યાવરણને થતી હાનિ વિશે તો હજી કહ્યું જ નથી. કેદારનાથમાં આજે અસંખ્ય લોકો ઢોલ-નગારાં અને મોટા મોટા મંજીરાઓ લઈને પહોંચી જાય છે જેનાથી સ્થાનિકોમાં રોષ છે. આ વિસ્તાર જંગલનો વિસ્તાર છે. જ્યાં એક સમયે ફક્ત કેદારનાથ મંદિરનું જ નગારું વાગતું હતું તેને સ્થાને હવે અસંખ્ય ઢોલ-નગારાં અને મંજીરા એક સાથે વાગવા માંડે તો ઉપર જંગલમાં રહેતાં પ્રાણીઓને કેટલી બધી તકલીફ પડે?જ્યાં પણ ક્ષમતા કરતાં વધુ પ્રવાસીઓ પહોંચી જતા હોય છે ત્યાં પર્યાવરણનો ખંગ સહુથી પહેલાં વાગી જતો હોય છે.આ બધાથી બચવા આપણે ફક્ત આટલું જ કરવાનું છે. બની શકે તો જે-તે સ્થળોમાં જ્યારે ઓફ સિઝન ચાલતી હોય ત્યારે જવું. એનાથી બે ફાયદા થશે એક તો તમે આસાનીથી બધાં જ જાેવાલાયક સ્થળો જાેઈ શકશો અને જાે તે ધાર્મિક સ્થળ હશે તો શાંતિથી દર્શન કરી શકશો. બીજાે ફાયદો ઓફ સિઝનમાં પ્રવાસન સ્થળોએ હોટલ વગેરેના ભાવ અડધાથી પણ ઓછા હોય છે આથી તમારા ખિસ્સાને પણ તમે રાજી રાખી શકશો.


જાે એમ શક્ય ન હોય તો સિઝન શરુ થાય પછી એકાદ મહિના પછી જે-તે સ્થળોએ જાવ જેથી તમને ઓછી ભીડ નડે અને તમારો પ્રવાસનો અનુભવ સુખદ રહે. આટલું કરીશું તો બીજું કશું નહીં તો છેવટે એ સ્થળના પર્યાવરણને તો આપણે ઓછામાં ઓછું નુકસાન કરીશું જ.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution