હપ્તાની એડવાન્સ ચુકવણી કરવાથી emiના પ્રિન્સિપલ એમાઉન્ટની સાથે સાથે તેના પર લાગતું વ્યાજ પણ ઓછુ કરી શકાય


નવીદિલ્હી,તા.૧૭

હપ્તાની એડવાન્સ ચુકવણી કરવાથી ઈસ્ૈંના પ્રિન્સિપલ એમાઉન્ટની સાથે સાથે તેના પર લાગતું વ્યાજ પણ ઓછુ કરી શકાય છે. સાથે જ બચેલી હપ્તાની રકમ છે તેને પણ ઓછી કરી શકાય છે.ઈસ્ૈંની સુવિધાથી લોકો પર એક સાથે આર્થિક ભાર નથી પડતો. પરંતુ ઈસ્ૈંની રકમ અને તેના પર વધતા વ્યાજ પણ અમુક વખત મુશ્કેલી ઉભી કરે છે. ત્યારે લોકો વિચારે છે કે તેનાથી કેવી રીતે જલ્દીમાં જલ્દી છુટકારો મેળવી શકાય.

હપ્તાનું એડવાન્સ પેમેન્ટ કરવાથી ઈસ્ૈંની પ્રિન્સિપલ એમાઉન્ટની સાથે સાથે તેના પર લાગતા વ્યાજને પણ ઓછુ કરી શકાય છે સાથે જ જે વધેલી રકમ છે તેના પણ ઘટાડો થાય છે. એડવાન્સ ચુકવણી દ્વારા જે દેવું ભરવાનો ટર્મ છે તેને પણ ઓછુ કરી શકાય છે. તેના ઉપરાંત એડવાન્સ ચુકવણી કરી ઈસ્ૈં બાઉન્સ અને તેના પર લાગતા ચાર્જથી પણ બચી શકાય છે. કુલ મળીને પ્રીપેમેન્ટથી ઘણા પ્રકારની ઝંઝટમાંથી છુટકારો મળી શકે છે.

ઈસ્ૈંની હેઠળ ફિક્સ અમાઉન્ટની ચુકવણી નક્કી સમય પર કરવી પડે છે. પરંતુ જાે તમે ઈચ્છો તો જે ફિક્સ અમાઉન્ટ છે તેનાથી વધારેની ચુકવણી પણ કરી શકો છો. જેનાથી બાકીના પૈસાને ચુકવવામાં મુશ્કેલી ઓછી આવે. આવુ તમે ત્યારે કરી શકો છો જ્યારે પૈસાની આવક પહેલા કરતા વધારે થવા લાગે અથવા તો રોકાણ કરેલા પૈસા મેચ્યોરિટી બાદ મળી જાય ત્યારે કે પૈસાનો ઉપયોગ ઈસ્ૈંને ચુકવવામાં કરી શકાય છે.

જાે આવક સારી છે અને આર્થિક સ્થિતિ સારી છે તો હપ્તામાં વધારે ચુકવણી કરો. તેના બે ફાયદા થશે. પહેલો જે લોન પર વ્યાજ છે તેમાં ઘટાડો થશે સાથે જ હપ્તો જમા કરવાની સમય મર્યાદા પણ ઘટી શકશે. તેના માટે જરૂરી છે કે લોન લેતા પહેલા ચુકવણી કરવાના તમામ વિકલ્પને સારી રીતે સમજી લો અને પોતાની સુવિધા અનુસાર વિકલ્પનુ સિલેક્શન કરો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution