કમાટીબાગ ખાતે થયેલ દુષ્કર્મ બાદ સુરક્ષાની બાબતે સજાગ થયેલ પાલિકા દ્વારા ગઈકાલે પાલિકાના સિક્યુરિટી સ્ટાફ સાથે ૧૮ વર્ષથી નાની ઉંમરની કિશોરીઓને આઈકાર્ડ બતાવીને પ્રવેશ મેળવવાનો નિયમ લાગૂ કરવામાં આવ્યા બાદ આજે પણ ચેકિંગ યથાવત્ રહ્યું હતું. પાલિકાના સિક્યુરિટી સ્ટાફ સાથે સયાજીગંજ પોલીસ અને શી ટીમ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. કિશોરી પુખ્તવયની ન જણાય તો કિશોરીઓના માતા–પિતાને ફોન કરીને તેમને જાણ કરીને ફરવા આવી છે કે કેમ તેની તપાસ કરવામાં આવે છે .સુરક્ષાના પગલાં સ્વરૂપે હાથ ધરવામાં આવેલ તપાસમાં ખાસ કરીને પાદરા, વાઘોડિયા, સાવલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાંથી ફરવા આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.