મુંબઇ
સિંગર અને હોસ્ટ આદિત્ય નારાયણને આખરે તેનો પ્રેમ મળી જ ગયો તેણે એક્ટ્રેસ શ્વેતા અગ્રવાલ સાથે લગ્ન કરી વર્ષ 2020ને યાદગાર બનાવી દીધું. તેને શ્વેતાની સાથે તેનાં 10 વર્ષથી વધુનાં સમયનાં રિલેશનને એક નામ આપી દીધુ છે અને એકબીજાનાં થઇ ગયા છે. તેમનાં લગ્નનાં વીડિયોઝ ધૂમ મચાવી રહ્યાં છે. વરઘોડો, જયમાળા અને લગ્ન બાદ હવે રિસેપ્શનનાં વીડિયો સામે આવ્યાં છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ પસંદ કરવામાં આવી રહ્યાં છે.
આ વીડિયોમાં વરરાજા આદિત્ય નારાયણ અને તેનાં પિતા ઉદિત નારાયણ ડાન્સ કરતાં નજર આવે છે. ઉદિત નારાયણ અને તેમની વાઇફ દીપાએ દિલવાલે દુલહનિયા લે જાયેંગેંનાં પોપ્યુલર સોન્ગ મેહંદી લગા કે રખના પર પરફોર્મન્સ કર્યું હતું. આદિત્યએ સલમાન ખાનનાં સોન્ગ 'તેરે ઘર આયા..' પર ડાન્સ કર્યો હતો. આદિત્યએ શ્વેતા સાથે ડાન્સ કર્યો હતો.
આ વેડિંગ રિસેપ્શનમાં ગોવિંદા પણ તેનાં પરિવાર સાથે પહોચ્યો હતો. ફંક્શનમાં ગોવિંદા, તેની પત્ની અને દીકરો પણ નજર આવ્યાં.
વેડિંગ રિસેપ્શમાં કોમેડિયન ભારતી સિંહ અને તેનો પતિ હર્ષ લિંબાચિયા પણ નજર આવ્યાં. જેલમાંથી બહાર આવ્યા બાદ બંને પહેલી વખત એક સાથે સ્પોટ થયાં. બંનેએ રિસેપ્શનમાં ખુબ મસ્તી કરી. સાથે જ લોકોની સાથે ફોટો ક્લિક પણ કરાવી.