મુંબઇ
સિંગર આદિત્ય નારાયણે 1 ડિસેમ્બર 2020ના રોજ લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ શ્વેતા અને આદિત્યનું ગ્રાન્ડ રિસેપ્શન યોજાયું હતું. જેની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. હવે લગ્નના 15 દિવસ બાદ કપલ હનીમૂન પર પહોંચ્યું છે. આદિત્ય અને શ્વેતા હનીમૂન માટે ધરતી પરના સ્વર્ગ કહેવાતા કાશ્મીર ખાતે પહોંચ્યા છે.
આદિત્ય નારાયણે હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પત્ની સાથેની એક તસવીર શેર કરી છે. જેમાં શ્વેતાએ લાલ રંગની વુલન કેપ અને પિંક સ્વેટર પહેરેલું છે. જ્યારે આદિત્ય નારાયણ વિન્ટર જેકેટ અને સનગ્લાસિસમાં જોવા મળે છે. શ્રીનગરથી ફેન્સ સાથે તસવીર શેર કરતાં આદિત્યએ લખ્યું, "હનીમૂન શરૂ! ધરતી પરના સ્વર્ગ કાશ્મીરની પહેલીવાર મુલાકાત લઈ રહ્યો છું. #IncredibleIndia."