મુંબઈ-
'બાહુબલી' ફેમ પ્રભાસ સ્ટારર ફિલ્મ 'આદિપુરૂષ'ને લઈને દરરોજ નવી નવી જાણકારી બહાર આવી રહી છે.જે ફિલ્મને લઈને ઉતેજના વધારે છે. હવે એવી ખબર આવી છે કે આદિપુરૂષ એ રિલીઝ પહેલા 'બાહુબલી-2'નો રેકોર્ડ તોડી નાખ્યો છે. આદિપુરૂષમાં ખાસ સ્ટાઈલનાં 8000 વીએફએકસ શોટસ યુઝ થયા છે. જયારે બાહુબલી-2 માં 2500 વીએફએકસ શોટસનો ઉપયોગ થયો છે. એટલે 'બાહુબલી-2'ની તુલનામાં 'આદિપુરૂષ'માં ત્રણ ગણા વીએફએકસ શોટસ છે.આથી સ્પષ્ટ અંદાજ લગાવી શકયા છે કે ફિલ્મ પ્રેક્ષકોનાં દિલ અને દિમાગમાં છવાઈ જવા માટે તૈયાર છે.