હિંડનબર્ગ પર અદાણી પહેલીવાર બોલ્યાઃ અમને બદનામ કરવાનું કાવતરું


 નવી દિલ્હી:દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ સોમવારે પોતાનો ૬૨મો જન્મ દિવસ ઉજવ્યો હતો. અમદાવાદના એક સામાન્ય પરિવારમાં જન્મેલા અદાણીએ ૧૨મા સુધીનો અભ્યાસ કર્યો છે. તેણે અભ્યાસ છોડી દીધો અને ૧૮ વર્ષની ઉંમરે મુંબઈ આવી ગયા હતા. અહીં તેમણે હીરાના વેપારી મહિન્દ્રા બ્રધર્સ માટે બે વર્ષ સુધી કામ કર્યું. આ પછી૨૦ વર્ષની ઉંમરે, તેમણે મુંબઈમાં પોતાનો હીરા દલાલીનો વ્યવસાય શરૂ કર્યો. પહેલા જ વર્ષે તેમણે લાખો રૂપિયાનું ટર્નઓવર મેળવ્યું. એક સમય હતો જ્યારે ગૌતમ અદાણી સ્કૂટર ચલાવતા હતા. આજે તેની પાસે મ્સ્ઉ અને ફેરારી જેવી મોંઘી કાર છે. એક સમયે સ્કૂટર ચલાવનાર અદાણી આજે અનેક ચાર્ટર્ડ પ્લેન અને હેલિકોપ્ટરની માલિકી ધરાવે છે. આજે, તેમના જન્મદિવસ નિમિત્તે ગૌતમ અદાણીએ અદાણી જૂથની વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કર્યું હતું. આ સમય દરમિયાન તેણે હિંડનબર્ગ પરના હુમલા અંગે ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કર્યા. તેમણે કહ્યું કે તે રિપોર્ટ માત્ર અમને બદનામ કરવા માટે બનાવવામાં આવ્યો હતો આ દરમિયાન તેમણે શેરધારકોને કહ્યું કે, આ વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ અમારી ૩૦મી વર્ષગાંઠ છે. તેથી અદાણી એન્ટરપ્રાઇઝિસની અદ્ભુત સફરની ઉજવણી કરવાનો અને પાછળ જાેવાનો આ સારો સમય છે. અમારો નિશ્ચય ગયા વર્ષ કરતાં વધુ સ્પષ્ટપણે દેખાતો હતો. આ અવસરે હિંડનબર્ગ રિસર્ચ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે અમને એક વિદેશી શોર્ટ સેલર દ્વારા કરવામાં આવેલા પાયાવિહોણા આરોપોનો સામનો કરવો પડ્યો હતો, જેણે અમારી દાયકાઓની મહેનત પર સવાલ ઉઠાવ્યા હતા. અમારી પ્રામાણિકતા અને પ્રતિષ્ઠા પર અભૂતપૂર્વ હુમલાનો સામનો કરીને, અમે વળતો સામનો કર્યો. આ સાથે અમે સાબિત કર્યું કે તમારું જૂથ જે પાયા પર સ્થાપિત છે તેને કોઈપણ પડકાર નબળો પાડી શકે નહીં.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution