ભૂટાન:અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી રવિવારે થિમ્પુમાં ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક અને વડાપ્રધાન દાશો શેરિંગ તોબગેને મળ્યા હતા. આ દરમિયાન તેમણે ભૂતાનમાં ૫૭૦ મેગાવોટના ગ્રીન હાઈડ્રો પ્લાન્ટના નિર્માણ માટેના કરાર પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી હતી. આ સાથે તેમણે પાડોશી દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં સહયોગની પણ વાત કરી હતી.
અબજાેપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, અદાણી ગ્રુપ ભૂટાનમાં હાઇડ્રો અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર સાથે મળીને કામ કરવા આતુર છે. આ અંગે ગૌતમ અદાણીએ ઠ પર એક પોસ્ટ શેર કરીને કહ્યું કે, ભૂતાનના વડાપ્રધાન દાશો શેરિંગ તોબગે સાથેની મુલાકાત ખૂબ જ રોમાંચક રહી. ચુખા પ્રાંતમાં ૫૭૦ મેગાવોટના ગ્રીન હાઇડ્રો પ્લાન્ટ માટે ડ્રક ગ્રીન પાવર કોર્પોરેશન લિમિટેડ સાથે સ્ર્ેં પર હસ્તાક્ષર કર્યા. ટિ્વટર પર શેર કરેલી પોસ્ટમાં, ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, તેઓ રાજાને મળીને સન્માનિત થયા અને ભૂટાન માટેના તેમના વિઝન અને ‘વિશાળ કોમ્પ્યુટીંગ સેન્ટર અને ડેટા સુવિધા સહિત ગેલેફુ માઇન્ડફુલનેસ સિટી માટે મહત્વાકાંક્ષી ઇકો-ફ્રેન્ડલી માસ્ટરપ્લાન’થી પ્રેરિત થયા. અદાણીએ વધુમાં લખ્યું કે, અદાણી ગ્રુપ ભૂતાનમાં હાઈડ્રો અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર સાથે મળીને કામ કરવા આતુર છે. તેમણે કહ્યું કે, કાર્બન નેગેટિવ રાષ્ટ્ર માટે ગ્રીન એનર્જી મેનેજમેન્ટની સાથે આ પરિવર્તનકારી યોજનાઓ પર સહયોગ કરવા માટે હું ઉત્સાહિત છું.