અદાણી ગ્રૂપ હવે નવી ત્રણ કંપનીઓ ખરીદશે, કરોડોમાં ડીલ થશે



અદાણી ગ્રૂપ હવે નવા સોપાનો સર કરી રહ્યું છે. ત્યારે અદાણી ગ્રૂપમાં વધુ ત્રણ કંપનીઓનો ઉમેરો થવા જઈરહ્યો છે. અદાણી ગ્રુપની એફએમસીજી કંપની અદાણી વિલ્મર મોટા પાયે કેપેક્સ ખર્ચની યોજના ધરાવે છે. કંપની પૂર્વ અને દક્ષિણી રાજ્યોમાં પોતાનો બિઝનેસ વિસ્તારવા માંગે છે. આ માટે તે ઓછામાં ઓછી ત્રણ કંપનીઓ ખરીદવાની યોજના ધરાવે છે.

હિંડનબર્ગ રિપોર્ટથી છુટકારો મેળવ્યા બાદ હવે અદાણી ગ્રૂપ દિન દુગુના ચાર ચૌગુના જેવી પ્રગતિ કરી રહ્યું છે. અદાણી ગ્રૂપે ફરી એકવાર તેના વ્યવસાયને ઝડપથી વિસ્તરણ કરવાનું શરૂ કર્યું છે. દેશના ત્રીજા સૌથી મોટા ઔદ્યોગિક સમુહે તેના ખાદ્યપદાર્થો અને સ્સ્ઝ્રય્ બિઝનેસને વિસ્તારવા માટે એક અબજ ડોલર એટલે કે લગભગ રૂ. ૮,૩૮૮ કરોડની વોર ચેસ્ટ બનાવી છે. બિઝનેસ અખબાર મિન્ટના એક અહેવાલમાં સૂત્રોને ટાંકીને આ દાવો કરવામાં આવી રહ્યો છે. દેશમાં પેકેજ્ડ કન્ઝ્‌યુમર ગુડ્‌સનું માર્કેટ ઝડપથી વધી રહ્યું છે અને ગૌતમ અદાણી તેનો લાભ લેવા માંગે છે. ગ્રૂપની હ્લસ્ઝ્રય્ કંપની અદાણી વિલ્મર દેશના દક્ષિણ અને પૂર્વીય વિસ્તારોમાં ઓછામાં ઓછી ત્રણ કંપનીઓ ખરીદવાની તૈયારી કરી રહી છે. આમાં રાંધવા માટે તૈયાર ખોરાક અને પેકેજ્ડ ખાદ્ય બ્રાન્ડનો સમાવેશ થાય છે.

અદાણી વિલ્મરમાં અદાણી ગ્રૂપ અને સિંગાપોરના વિલ્મર ગ્રૂપનો હિસ્સો છે. તે ફોર્ચ્યુન ઓઈલ અને કોહિનૂર રાઇસ બ્રાન્ડની માલિકી ધરાવે છે. કંપની તાજેતરમાં હિસ્સો વેચવાની તૈયારી કરી રહી હતી. પરંતુ હવે તે ઝડપી મૂડીરોકાણ ખર્ચ કરી રહી છે. અદાણીનું આયોન કન્ઝ્‌યુમર ફેસિંગ બિઝનેસથી રેવન્યુને વધારીને ૨૫ થી ૩૦ ટકા કરવાનું છે. જેમાં ફૂડ, સ્સ્ઝ્રય્, કોમોડિટી અને એરપોર્ટ બિઝનેસનો સમાવેશ થાય છે. સૂત્રોનું કહેવું છે કે અદાણી વિલ્મર આગામી બે-ત્રણ વર્ષમાં ઘણી કંપનીઓ ખરીદવાની યોજના ધરાવે છે. જૂથ ખાસ કરીને દક્ષિણ અને પૂર્વ બજારો પર નજર રાખે છે. આ વર્ષે અને આવતા વર્ષે ઓછામાં ઓછી ત્રણ કંપનીઓ હસ્તગત કરવાની યોજના છે.

એક સૂત્રએ જણાવ્યું હતું કે અદાણી જૂથ હ્લસ્ઝ્રય્ બિઝનેસ પર ઇં૮૦૦ મિલિયનથી ઇં૧ બિલિયન ખર્ચ કરવાની યોજના ધરાવે છે. આ દરેકની કિંમત ૨૦ થી ૨૫ કરોડ ડોલરથી ઓછી હોઈ શકે છે. ગયા વર્ષે અદાણી વિલ્મરની આવક રૂ. ૫૧,૨૬૧.૬૩ કરોડ હતી. હાલમાં કંપની દેશના પશ્ચિમ, મધ્ય અને ઉત્તરીય રાજ્યોમાં પોતાનો વ્યવસાય ધરાવે છે. પરંતુ હવે કંપની દક્ષિણ અને પૂર્વીય રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કંપની આ ક્ષેત્રોમાં ટોચની કંપનીઓને ખરીદીને ત્યાં પોતાની હાજરી વધારવા માંગે છે. ટાટા અને રિલાયન્સ પછી અદાણી ગ્રુપ ભારતમાં ત્રીજું સૌથી મોટું ઔદ્યોગિક જૂથ છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution