અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ દેશની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી કંપની


અદાણી ગ્રૂપે મહારાષ્ટ્રને ૬૬૦૦ મેગાવોટ રિન્યુએબલ એનર્જી અને થર્મલ પાવરના લાંબા ગાળાના સપ્લાય માટે બોલી જીતી લીધી છે. કંપનીએ આ માટે યુનિટ દીઠ રૂ. ૪.૦૮ની બોલી લગાવી અને ત્નજીઉ એનર્જી અને ટોરેન્ટ પાવરને પાછળ છોડી દીધા. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, ૨૫ વર્ષ માટે રિન્યુએબલ અને થર્મલ એનર્જીના સપ્લાય માટે અદાણી ગ્રૂપની બોલી મહારાષ્ટ્ર હાલમાં જે દરે વીજળી ખરીદે છે તેના કરતાં યુનિટ દીઠ એક રૂપિયો ઓછો છે. આનાથી રાજ્યને તેની ભાવિ વીજ જરૂરિયાતો પૂરી કરવામાં મદદ મળશે.લેટર ઓફ ઈન્ટેન્ટ (ન્ર્ૈં) જારી થયાની તારીખથી ૪૮ મહિનામાં વીજળીનો પુરવઠો શરૂ થવાનો છે. બોલીની શરતો મુજબ, અદાણી પાવર સમગ્ર પુરવઠા સમયગાળા દરમિયાન પ્રતિ યુનિટ રૂ. ૨.૭૦ના દરે સૌર ઊર્જા સપ્લાય કરશે. જ્યારે કોલસામાંથી ઉત્પન્ન થતી વીજળીની કિંમત કોલસાના ભાવના આધારે નક્કી કરવામાં આવશે. મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (સ્જીઈડ્ઢઝ્રન્) એ માર્ચમાં સૂર્યપ્રકાશમાંથી ઉત્પાદિત ૫૦૦૦ મેગાવોટ અને કોલસામાંથી ઉત્પાદિત ૧૬૦૦ મેગાવોટ વીજળી ખરીદવા માટે એક અનન્ય ટેન્ડર બહાર પાડ્યું હતું. તે લોકસભાની ચૂંટણી માટે આદર્શ આચાર સંહિતા લાગુ થયા પહેલા જારી કરવામાં આવી હતી અને રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પહેલા અદાણી જૂથને આપવામાં આવી છે. આ ટેન્ડરમાં પીક અવર્સ દરમિયાન વીજળીની માગને પહોંચી વળવા સૌર ઉર્જા અને થર્મલ વીજળી બંનેનો પુરવઠો સામેલ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, અદાણી પાવરે કોન્ટ્રાક્ટ જીતવા માટે યુનિટ દીઠ રૂ. ૪.૦૮ની બોલી લગાવી હતી. બીજી સૌથી નીચી બિડ ત્નજીઉ એનર્જીની રૂ. ૪.૩૬ પ્રતિ યુનિટ હતી. આ મહારાષ્ટ્રમાં ગયા વર્ષે રૂ. ૪.૭૦ પ્રતિ યુનિટની સરેરાશ વીજ ખરીદ કિંમત કરતાં ઓછી છે.મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (સ્ઈઇઝ્ર) એ ૨૦૨૪-૨૫ માટે સરેરાશ વીજ ખરીદ કિંમત રૂ. ૪.૯૭ પ્રતિ યુનિટ નક્કી કરી છે. આમ, અદાણી દ્વારા કરવામાં આવેલી બોલી આના કરતાં યુનિટ દીઠ લગભગ એક રૂપિયા ઓછી છે. ૨૫ વર્ષ માટે વીજ પુરવઠાના ટેન્ડરમાં કુલ ચાર કંપનીઓએ ભાગ લીધો હતો. ખાનગી ક્ષેત્રની દેશની સૌથી મોટી થર્મલ પાવર ઉત્પાદક અદાણી પાવરની ઉત્પાદન ક્ષમતા ૧૭ ય્ઉ કરતાં વધુ છે, જે ૨૦૩૦ સુધીમાં વધીને ૩૧ ય્ઉ થશે. તેની પેટાકંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ દેશની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી કંપની છે જેની ઉત્પાદન ક્ષમતા ૧૧ ય્ઉ છે. ૨૦૩૦ સુધીમાં તેને વધારીને ૫૦ ગીગાવોટ કરવાનો લક્ષ્યાંક છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution