અભિનેત્રી સંગીતા બિજલાની ૬૪ વર્ષે પણ ગજબની સુંદર લાગે છે

બોલીવુડમાં એક સમયે આ અભિનેત્રીનો સિક્કો ચાલતો હતો. તેની સુંદરતા પાછળ લોકો પાગલ હતા. તે જમાનામાં તે એક ડ્રીમ ગર્લ, એક મોડલ પણ હતી. આજે ૬૪ વર્ષે પણ આ અભિનેત્રી એટલી જ સુંદર અને યુવા દેખાય છે. સુંદરતા એવી કે બોમ્બશેલ ગણાતી મલાઈકા અરોડાને પણ પાછળ પાડે. આ અભિનેત્રી બીજુ કોઈ નહીં પરંતુ સંગીતા બીજલાણી છે. યાદ છે ને ત્રિદેવ ફિલ્મ? જેના ગીતોએ ધૂમ મચાવી હતી. ૧૯૮૦માં સંગીતાએ મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. મોડલિંગના દિવસો દરમિયાન જ બોલીવુડમાં ભાઈજાનના નામથી ઓળખાતા સલમાન ખાનને પ્રેમ કરી બેઠી હતી. બંને એક બીજાને ડેટ કરતા હતા. ૮૦ના દાયકાના અંતમાં જ્યારે સલમાન ખાન બોલીવુડમાં છવાઈ જવાની શરૂઆત કરતો અને અને સંગીતા એક જાણીતી અભિનેત્રી બની ચૂકી હતી ત્યારે એવું ચર્ચાતું હતું કે બંને લગ્ન કરવાના હતા અને લગ્નના કાર્ડ સુદ્ધા છપાઈ ગયા હતા. પરંતુ ભાગ્યને તો કઈક અલગ જ મંજૂર હતું. લગ્ન થવાના હતા કે સંગીતાએ સલમાન ખાનને અન્ય એક અભિનેત્રી સોમી અલી સાથે જાેઈ લીધો. બસ પછી તો સંગીતાએ સલમાન ખાન સાથે સંબધ તોડી નાખ્યો અને લગ્ન પણ ન કર્યા. ત્યારબાદ સંગીતાના જીવનમાં ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન આવ્યો. એક જાહેરાતના શુટિંગ દરમિયાન અઝહરુદ્દીન અને સંગીતાની મુલાકાત થઈ. જાણીતા ક્રિકેટરને પહેલી નજરમાં જ સંગીતા જાેડે પ્રેમ થઈ ગયો. જાે કે અઝહરૂદ્દીન પરિણીત હતો અને બે બાળકો પણ હતા. પરંતુ સંગીતાના પ્રેમમાં તેણે પત્નીને તલાક આપી દીધા અને ૧૯૯૬માં સંગીતા સાથે લગ્ન કરી લીધા. એવું કહેવાય છે કે સંગીતાએ પ્રેમ ખાતર ઈસ્લામ ધર્મ પણ કબૂલ કર્યાે હતો. લગ્ન બાદ તે આયેશા બેગમના નામથી ઓળખાતી હતી. પરંતુ આ સંબંધ ટક્યો નહીં અને ૧૪ વર્ષ બાદ તૂટી ગયો. ૨૦૧૦માં બંનેના ડિવોર્સ થઈ ગયા. બોલીવુડની સુંદર અભિનેત્રી હોવા છતાં, મિસ ઈન્ડિયાનો ખિતાબ જીતવા છતાં, સંગીતા બિજલાણીને પ્રેમમાં ક્યારેય સફળતા મળી નહીં. આજે ૬૪ વર્ષની ઉંમરે પણ તે સિંગલ છે. પરંતુ આ ઉંમરે પણ તેની સુંદરતા, સ્ટાઈલ, ફિટનેસ જાેઈને લોકો દંગ રહી જાય છે. શું ખરેખર તે ૬૪ વર્ષની છે કે પછી?

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution