એક્ટ્રેસ રેનુ દેસાઇ ૧૭ વર્ષના લાંબા વિરામ બાદ ફરી એક્ટિંગ કરશે

મુંબઈ

એક્ટ્રેસ રેનુ દેસાઇ ૧૭ વર્ષના લાંબા ગાળાના વિરામ બાદ હવે ફરી એકવાર એક્ટિંગની દુનિયામાં પગ મુકી રહી છે. રિપોર્ટ છેકે રેનુ દેસાઇ આગામી વેબસીરીઝમાં કામ કરશે. છેલ્લી મૂવી તેની ૨૦૦૦માં રિલીઝ થઇ હતી.

રિપોર્ટ છે કે, ૩૮ વર્ષીય એક્ટ્રેસ રેનુ દેસાઇ આગામી વેબસીરીઝ આધ્યામાં કામ કરશે. ઉલ્લેખનીય છે કે ફિલ્મનુ ટાઇટલ આધ્યા એટલા માટે આપવામાં આવ્યુ છે કે એક્ટ્રેસ રેનુ દેસાઇ અને સાઉથ સુપર સ્ટાર પવન કલ્યાણની દીકરીનુ નામ આધ્યા છે. સુ્‌ત્રો પ્રમાણે એક્ટ્રેસ રેનુ દેસાઇ ફિલ્મમાં સીઇઓનો રૉલ કરશે. આ ફિલ્મને ક્રિષ્ણા મમીડાલા ડાયરેક્ટ કરી રહી છે, અને ડીએસ રાવ અને રજનીકાંત આને પ્રૉડ્યૂસ કરી રહ્યાં છે.

એક્ટ્રેસ રેનુ દેસાઇના વર્ષ ૨૦૦૯માં સાઉથના સુપરસ્ટાર પવન કલ્યાણ સાથે લગ્ન થયા હતા. બાદમાં બન્ને ૨૦૧૨માં છુટા પડી ગયા હતા. બન્નેને બે બાળકો છે આધ્યા અને અકીરા. રેનુ દેસાઇ ગુજરાતી એક્ટ્રેસ છે, અને પૂણેમાં તેને જન્મ થયો હતો. ઉલ્લેખનીય છેકે રેનુ દેસાઇ કેટલીક મરાઠી અને હિન્દી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution