રંજન સહગલનું માત્ર 36 વર્ષની ઉંમરમાં શનિવાર, 11 જુલાઈના રોજ અવસાન થયું હતું. રંજને ‘ક્રાઈમ પેટ્રોલ’, ‘રિશ્તો સે બડી પ્રથા’, ‘સાવધાન ઈન્ડિયા’ જેવી સિરિયલમાં કામ કર્યું હતું. આ ઉપરાંત શાહરુખની ફિલ્મ ‘ઝીરો’ તથા ઐશ્વર્યાની ફિલ્મ ‘સરબજીત’માં જોવા મળ્યો હતો.
રંજન સહગલ છેલ્લાં ઘણાં સમયથી બીમાર હતો. રંજન સહગલ છેલ્લે આલિયા ભટ્ટની સાથે શોર્ટ ફિલ્મ ‘ગોઈંગ હોમ’માં જોવા મળ્યો હતો.
પરિવારના સભ્યોના મતે, રંજનને 11 જુલાઈના રોજ સવારે અચાનક ઊલટીઓ થવા લાગી હતી અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી.
રંજનને તાત્કાલિક હોસિપટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ મલ્ટીપલ ઓર્ગન ફેલ થવાને કારણે હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતાં. રંજનનો કોવિડ 19નો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. રંજન સહગલને સાઈટિકા (નસોમાં થતો દુખાવો, જે કમરથી નીચેના ભાગમાં શરૂ થઈને પગ સુધી જાય છે) નામની બીમારી હતી. મુંબઈમાં એકલા હોવાને કારણે તે ચંદીગઢ આવી ગયો હતો.