અભિનેતા અલી ફેઝલ ઓટીટી પર “ગુડ્ડુ ભૈયા”ના રોલથી રાતોરાત ફેમસ થયો

ગુડ્ડુ ભૈયાના નામથી પોતાની એક મજબુત ઓળખ બનાવનાર અલી ફઝલનું નામ ઓટીટીમાં ખુબ મોટું છે.અલી ફઝલે બોલિવુડ અભિનેત્રી રિચા ચઢ્ઢા સાથે લગ્ન કર્યા છે. તો આજે આપણે અલી ફેઝલના પરિવાર વિશે વાત કરીએ. અલી ફઝલનો જન્મ ઉત્તર પ્રદેશના લખનઉમાં એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. અલી ફઝલના પિતા મોહમ્મદ રફીક મિડલ ઈસ્ટર્ન ફર્મમાં કામ કરતા હતા. તેની માતાનું નામ ઉઝમા છે.૧૭ જૂન ૨૦૨૦ના રોજ અલી ફઝલની માતાનું મૃત્યુ થયું હતુ.અલી ફઝલના દાદાનું ૨૪ એપ્રિલ ૨૦૨૧ના રોજ અવસાન થયું હતુંઅલી ફઝલનો જન્મ દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં થયો હતો અને ઉત્તર પ્રદેશના લખનઉમાં મોટો થયો હતો.લખૌન બાદ તેમને ઈન્ટરેનશનલ ઈન્ડિયન સ્કુલ દમ્મામ મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉત્તર પ્રદેશના લખનૌમાં લા માર્ટિનીયર કોલેજમાં એડમિશન લીધું અને પછી ઉત્તરાખંડના દેહરાદૂનમાં આવેલી ઓલ-બોય બોર્ડિંગ સ્કૂલ, ધ દૂન સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો.દૂન ખાતે તેમણે એક્ટિંગ શરુ કરી અને થિયેટરમાં ભાગ લીધો. વિલિયમ શેક્સપીયરની ધ ટેમ્પેસ્ટમાં તેણે ટ્રિંક્યુલોની ભૂમિકા ભજવી હતી. દૂન પછી ફઝલ મુંબઈ ગયો અને સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક થયા. અભિનેતાએ પોતાનો અભ્યાસ કર્યા બાદ એક્ટિંગમાં પોતાનું કરિયર બનાવવા માટે બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. આજે બોલિવુડ સહિત હોલિવુડમાં પણ સફળતા મેળવી છે.અલી ફઝલે પોતાના બોલિવુડ કરિયરની એન્ટ્રી થ્રી ઈડિયટ્‌સ સિવાય બોબી જાસુસ, લવ અફેર જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમ છતાં તેની ફિલ્મી પડદા પર સફળતા મળી ન હતી.વર્ષ ૨૦૦૯માં આમિર ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ થ્રી ઈડિયટ્‌સમાં જાેય લોબોનો રોલ પ્લે કરનાર અલી ફઝલનું નામ ગ્લેમર વર્લ્ડમાં ખુબ ભણેલા ગણેલા અભિનેતામાં લેવામાં આવે છે.અલી ફઝલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી તેની પહેલી સેલેરી વિશે વાત કરી હતી. તેમની પહેલી સેલેરી ૮૦૦૦ હજાર રુપિયા હતી. તે સમયે તેની ઉંમર માત્ર ૧૯ વર્ષની હતી.ત્યારબાદ તેમણે ઓટીટી પ્લેટફોર્મમાં પગ રાખ્યો અને અહિથી ગુડ્ડુ ભૈયાના રોલથી રાતોરાત અભિનેતા ફેમસ થયો. જેની તે લાંબા સમયથી શોધ કરી રહ્યો હતો. આજે અભિનેતાને કોઈ ઓળખની જરરુ નથી,રિચા અને અલી ફઝલ લાંબા સમય સુધી રિલેશનશીપમાં રહ્યા બાદ વર્ષ ૨૦૨૦માં લગ્ન કર્યા હતા. બંન્ને જાેડી ચાહકોને ખુબ પસંદ આવે છે.તમને જણાવી દઈએ કે, અલી ફેઝલ અને રીચા ચઢ્ઢાની પહેલી મુલાકાત ફિલ્મ ફુકરેના સેટ પર થઈ હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution