પાદરા : મુજપુર પાસે આવેલ માહી રિસોર્ટમાં આજે સાંજે પોલીસને મળેલી બાતમીના આધારે રિસોર્ટમાં રેડ કરી હતી જે સમય દરમિયાન આજે રવિવાર ની મોજ માણવા આવેલા સહેલાણીઓ પોલીસ ની નજરે ચડયા હતા લોકો માહી રિસોર્ટ માં આવેલ સ્વિમિંગ પૂલ તેમજ વિવિધ વોટર રાઇડ, તેમજ રાઈડ માં મોજ માણી રહ્યા હતા જે સમયે પોલીસે રેડ કરતા પોલીસને જાેઇને લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.પોલીસે માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ નો ભંગ કરતા નજરે ચઢેલા ૨૫ જેટલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સાથે વડોદરાના સિગ્મા ગ્રૂપ સંચાલિત માહિ રિસોર્ટના સંચાલક મેનેજર તેમજ આસિસ્ટન્ટ મેનેજર સહિત ૧ કુકની અટકાયત કરી હતી.જાેકે આ કોરોના મહામારીમાં તમામ જગ્યાએ રિસોર્ટ બંધ છે ત્યારે પાદરાના માહી રિસોર્ટ ને પરમીશન કોણે આપી ? કોની રહેમ નજર હેઠળ આ રિસોર્ટ ચાલતો હતો ? કે શુ રિસોર્ટ ચાલી રહ્યો છે તેવી લોકોને અગાઉથી જાણ હતી ? તેમજ લોકો પણ આ કોરોના મહામારીમાં આટલા બેદરકાર બન્યા ? જેવા કેટલાક સવાલો ઉભા થાય છે.ચોક્કસ કોઈ ના નેજા હેઠળ આ મહીં રિસોર્ટ ચાલતો હોય તેવું લાગી રહ્યું હતું. પોલીસે કોવિડ ૧૯ની ગાઈડ લાઇન ના ભંગ હેઠળ સંચાલકો તેમજ રિસોર્ટમાં સરકારની કોવિડ ગાઈડ લાઇનનો ભંગ કરતા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિસોર્ટમાં આજે રવિવારની મજા માણવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા હતા સાથે નાના બાળકો પણ હતાં માહી રિસોર્ટમા આવેલ પાર્કિંગ પણ ફોર વહીલ ગાડીઓ તેમજ ટુવિલ થી ભરચક દેખાઈ આવ્યું હતું.પોલીસે અટકાયત કરેલા લોકો ને મીની બસ દ્વારા પાદરા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા.
પી.આઈ.કરમુર - આજે માહિતી મળતા મહીં રિસોર્ટ માં રેડ કરી હતી ૨૪ ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરી છે બે સંચાલકો મેનેજર અને આસિસ્ટન્ટ મેનજર તેમજ કુક ની અટકાયત કરી કોવિડ ૧૯ ગાઈડ લાઇન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.
અગાઉ રાઈડ તૂટતાં બાળકના મોત બાદ વિવાદ થયો હતો ઃ સંચાલકો સામે કેમ કોઈ કાર્યવાહી નહીં?
બે વર્ષ અગાઉ આ જ રિસોર્ટમાં એક રાઈડ તૂટતાં અમદાવાદના બાળકનું મોત થયું હતું. તે વખતે રિસોર્ટની સલામતી સહિતના મુદ્ે વિવાદ ઊભો થયો તો અને જે તુે વખતે રિસોર્ટ સંચાલકો સામે કાર્યવાહી કરવામાં તંત્ર ઊણું ઉતર્યું હતું. તેવી જ રીતે જાે સરકારે જાહેર કર્યું હોવા છતાં પણ કોના ઈશારે આ રિસોર્ટમાં સહેલાણીઓને પ્રવેશ અપાયો તે બાબત પણ તપાસનો વિષય બને છે. સહેલાણીઓ સામે કાર્યવાહી કરાતી હોય તો સંચાલકો સામે કેમ નહીં? આ સમગ્ર પ્રકરણમાં સંચાલકો પર કોઈના ચાર હાથ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તેથી આમાં સહેલાણીઓ કરતાં સંચાલકો જ નિયમનો ભંગ બદલ જવાબદાર હોવાનું જણાઈ રહ્યું છે.