વડોદરા, તા.૧૩
એસી. કેબિનમાંથી બહાર નીકળી ક્યારેક સાઈરન વગાડતી એસકોર્ટ ગાડી વગર સાદી કારમાં એક આખો દિવસ શહેરના માર્ગો પર ફરો તો તમને ખબર પડશે કે બીચારી પ્રજા ટ્રાફિક પોલીસની સદંતર નિષ્ફળતાને કારણે કેટલી પીડાય છે. અધિકારી તરીકે નહીં પણ એક દિવસ માટે એક સામાન્ય નાગરિક બની આ શહેરમાં જીવી બતાવો. કેટલા સ્થળે ટ્રાફિક પોલીસ છાંયડામાં ટોળે વળી મોબાઈલો મચેડે છે. કેટલા વાહનચાલકોના તોડ થાય છે અને કેટલા ટ્રાફિક સિગ્નલ યોગ્ય રીતે કામ કરે છે એ જોવાની ક્યારેય તસ્દી લીધી છે ખરી?
ખાસ નોંધ ઃ આ પોલીસકર્મીને દંડ ફટકાર્યાના પુરાવારૂપ કાયદેસરની રસીદ ૨૪ કલાકમાં પ્રજા સમક્ષ જાહેરમાં મુકો કે જેથી અમે અમારા મહેનતનો ટેક્સ ચુકવીએ છીએ એમાંથી તમામ ઉચ્ચ અધિકારીઓના તગડા પગાર ફરજ પ્રત્યે બેદરકારી કે નિષ્ક્રિયતાને માટે નથી ચુકવાઈ રહ્યા એવો અમે સંતોષ લઈ શકીએ...
- નાગરિકો વતી