પાદરા.તા.૧૬
પાદરા તાલુકાના અભોર ગામની પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા શિક્ષકોને ન છાજે તેવા કરવામાં આવેલા કૃત્યથી શિક્ષણજગત શર્મસાર બન્યું છે. આચાર્ય મહેન્દ્ર ચંદુભાઈ જાદવે અભોર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી ધોરણ પાંચની વિદ્યાર્થિર્નીઓને ગત તા. ૧૪મીના રોજ શાળા દરમિયાન પોતાના મોબાઇલમાંથી બીભત્સ અને અશ્લીલ વિડિયો બતાવી અને શારીરિક અડપલા કર્યા હતા.જયારે રમેશ પંચાલ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. વિદ્યાર્થિર્નીઓએ રીશેષના સમયમાં ઘરે જઈ તેમની સાથે આચાર્ય દ્વારા કરવામાં આવેલી હરકતોની જાણ માતાઓને કરી હતી. જેના પગલે માતાઓ શાળામાં દોડી આવી આચાર્ય મહેન્દ્ર જાદવે છોકરીઓને શાળાની મુતરડીમાં લઈ જઈ અશ્લીલ વિડીયો બતાવીને જાતીય ઉશ્કેરણી કર્યાનો વાલીઓએ ખુલ્લો આક્ષેપ કર્યો હતો. આ પ્રકરણના બીજા દિવસ૧૫મી ઓગસ્ટની ઉજવણી માટે ગ્રામજનો શાળામાં ઉપસ્થિત હતા.કાર્યક્રમ પુરો થયો એટલે ગ્રામજનોએ આ ગુનો કબૂલવા આચાર્યને કહેતા આચાર્ય મહેન્દ્ર જાદવ ગભરાઈ ગયા હતા. પોલીસે આચાર્ય વિરૂદ્ધ ફરિયાદ નોંધાવાતા પોલીસે ઈપીકો કલમ ૩૫૪ પોક્સો મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પણ શાળામાં વિદ્યાર્થિનીઓની રજૂઆતો સાંભળી
પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પણ ઘટના સ્થળે દોડી ગયા ગયા હતા. પીડિત પરિવાર તેમજ ત્રણેય વિદ્યાર્થિનીઆને મલી રજૂઆતો સાંભળી હતી.વિકૃત માનસિકતા ધરાવતા શિક્ષકે શિક્ષણ આલમને શરમમાં મૂકી દીધો છે. બનાવની ગંભીરતા દાખવી નરાધમ શિક્ષકને કડકમાં કડક સજા કરવા જણાવ્યું હતું.
આચાર્યની ડેસર તાલુકામાં બદલી કરાઇ
જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનપટેલ નો ટેલીફોનિક સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે નરાધમ કૃત્ય કરનાર મહેન્દ્ર જાદવને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરી દેવાયો છે તેને લાલસા પ્રાથમિક શાળા તા.ડેસર ખાતે સ્થળ આપવામાં આવેલ છે હવે પોલીસ કાર્યવાહી બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. આવા કૃત્ય પ્રાથમિક શિક્ષકોને કે કોઈ ચમરબંધીને છોડવામાં આવશે નહીં અન્ય શિક્ષક રમેશ પંચાલ ને નશો કરવાની આરોપમાં અટક કરવામાં આવ્યો હતો તેની સામે જાે ફરિયાદ હશે તો તેઓની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પણ દોડી ગયા
પાદરા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિનુભાઈ પરમારે સોશિયલ મીડિયામાં આવેલા સમાચારને ધ્યાને લઈ શાળા ખાતે તપાસ માટે પહોંચી ગયા હતા.
જ્યાં ગામના આગેવાન અને ત્રણેય વિદ્યાર્થિનીઓના માતા-પિતા પાસેથી અહેવાલ મેળવી રૂબરૂ લેખીત ફરિયાદ લેવામાં આવી હતી. બીજી તરફ શાળાના શિક્ષકોના પણ નિવેદન લેવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના અંગે તેઓએ તાત્કાલિક અસરથી આ બાબતે કાર્યવાહી કરવાનો અહેવાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી રાકેશ વ્યાસને મોકલ્યો હતો.