હરિદ્વાર-
બાલકૃષ્ણને નોન-એક્ઝીક્યુટીવ ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે જે 19 ઓગસ્ટથી પ્રભાવી થઈ ગયા છે. તે બોર્ડના ચેરમેન રહેશે. કંપનીના પૂર્ણકાલિન ડિરેક્ટર રામ ભરતને કંપનીના નવા એમડી બનાવવામાં આવ્યા છે. તેમની નિયુક્તિ બુધવારથી પ્રભાવી થશે. પતંજલિ ગ્રુપે ઈન્સોલ્વન્સી પ્રોસેસમાં રૂચિ સોયાને ખરીદી હતી. રૂચિ સોયા ખાદ્ય તેલ બનાવે છે.
કંપનીએ એક નિયામકીય જાણકારીમાં કહ્યું કે, આચાર્ય બાલકૃષ્ણે તેની વ્યસ્તતાઓને કારણે મેનેજિંગ ડિરેક્ટર પદેથી રાજીનામું આપી દીધુ છે. બોર્ડ ઓફ ડિરેક્ટરે તેમના રાજીનામાનો સ્વીકાર કર્યો છે. આ 18 ઓગસ્ટથી પ્રભાવી થશે.
પતંજલિ ગ્રુપની કંપની રૂચિ સોયાના જૂન ક્વાર્ટરમાં નફો 13 ટકા ઘટી ગયો હતો. કંપનીએ સાથે જ જાહેરાત કરી હતી કે, બાબા રામદેલના નજીકના આચાર્ય બાલકૃષ્ણે તેમના એમડી પદેથી રાજીનામું ધરી દીધું છે. કંપનીએ બુધવારે જૂન ક્વાર્ટરના પરિણામો જારી કર્યા હતા. તે દરમિયાન કંપનીનો નફો 13 ટકા ઘટીને 12.25 કરોડ રૂપિયા રહ્યો જે એક વર્ષ પહેલાના સમાન સમયગાળામાં 14.02 કરોડ રૂપિયા રહ્યો હતો.