મુંબઇ
ફિલ્મમેકર અનુરાગ કશ્યપ પર એક્ટ્રેસ પાયલ ઘોષ દ્વારા એક મહિના પહેલાં યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. આટલો સમય વીતી ગયા બાદ અનુરાગ કશ્યપ આર-પારની લડાઈના મૂડમાં છે. અનુરાગે કોર્ટ જતા પહેલાં પોતાનો પક્ષ એકદમ સ્ટ્રોંગ બનાવવા માટે સમય લીધો. હવે માહિતી મળી રહી છે કે તે લીગલ એક્શન લેવાના છે. આવામાં પાયલ ઘોષની મુશ્કેલી ત્યારે વધી શકે છે જ્યારે તેની પાસે આરોપોને સાબિત કરતા ઠોસ પુરાવા નહીં હોય.
સૂત્રોના જણાવ્યા અનુસાર અનુરાગને પોતાની નહીં પણ પરિવારની ચિંતા છે. આ આરોપોથી તેના પરિવારને દુઃખ થયું છે. અનુરાગનું કહેવું છે કે આ તેમની રેપ્યુટેશનનો સવાલ છે. આ આરોપ તે બધી વસ્તુઓ પર સવાલ ઉઠાવી રહ્યા છે જેના માટે તેણે આખી જિંદગી સ્ટેન્ડ લીધો. અનુરાગ માત્ર એક અસત્યને કારણે પોતાની પ્રતિષ્ઠા બગડવા ન દઈ શકે. તે ત્યાં સુધી લડશે જ્યાં સુધી તેને ન્યાય ન મળી જાય.
અનુરાગના નજીકના લોકોના જણાવ્યા અનુસાર જ્યારે અનુરાગ શાંત હોય છે ત્યારે તેના કામ માટે સંપૂર્ણ રીતે સમર્પિત હોય છે. આવામાં તે પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે દલીલ નહીં પણ ઠોસ પુરાવા ભેગા કરી રહ્યા છે અને તે સફળ પણ થઇ ગયા છે. અમે હવે બસ એ જ આશા કરી શકીએ છીએ કે પાયલ પાસે તેના આરોપ સાબિત કરવાના પૂરતા પુરાવા હોય.
પાયલે તેના કેસમાં રિચા ચઢ્ઢાનું નામ પણ સામેલ કર્યું હતું પરંતુ રિચાએ માનહાનીનો કેસ ફાઈલ કર્યો હતો અને પાયલે તેની માફી માગવી પડી હતી. હાલમાં જ પાયલે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેની પાર્ટી RPI જોઈન કરી છે, જેમાં તેને વીમેન વિંગની વાઇસ પ્રેસિડેન્ટ બનાવવામાં આવી છે. પાયલની ફરિયાદ પર મુંબઈ પોલીસે અનુરાગની અંદાજે 8 કલાક પૂછપરછ કરી હતી.