ઇસ્લામાબાદ-
પાકિસ્તાનના મીડિયામાં જાહેર થયેલા એક સમાચારમાં દાવો કરવામાં આવ્યો છે કે, વડાપ્રધાન ઈમરાન ખાન દ્વારા એક કાયદાને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે, જેમાં દુષ્કર્મમના આરોપીઓને રાસાયણિક રીતથી નપુંસક બનાવવા અને યૌન ઉત્પીડનના મામલામાં ત્વરિત સુનાવણીનો કાયદો છે
પ્રસિદ્ધ થયેલા સમાચાર અનુસાર આ ર્નિણય ફેડરલ કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો હતો. જેમાં કાયદા મંત્રાલયે દુષ્કર્મ વિરોધી વટહુકમનો મુસદ્દો રજૂ કર્યો હતો. જાેકે આ મામલે કોઈ સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી.
મળતી માહિતી અનુસાર મુસદ્દોમાં પોલીસ વ્યવસ્થામાં મહિલાઓની ભુમિકા વધારવી, દુષ્કર્મના મામલોમાં ઝડપથી સુનાવણી કરવી અને સાક્ષીઓની સુરક્ષા જેવી બાબતોને રજૂ કરવામાં આવી હતી.
આ અંગે વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું કે, આ એક ગંભીર મામલો છે અને આ મામલે મોડું કરવું યોગ્ય નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, આપણે આપણા નાગરિકો માટે એક સુરક્ષિત વાતાવરણ ઉભુ કરવું પડશે.
દુષ્કર્મ અંગે પીએમ ખાને કહ્યું કે, દુષ્કર્મની પીડિતાઓ ડર બિના ફરિયાદ નોંધાવી શકે છે. સરકાર તેમની દરેક પ્રકારની ઓળખાણ ગુપ્ત રાખશે. તો કેટલાક સંઘીય પ્રધાનોઓ આ દુષ્કર્મના આરોપીને સાર્વજનિકરૂપે ફાંસી આપવા અંગે સુચન કર્યું હતું.