વિરપુર તાલુકાના કોયલા ગામના આરોપીને પોકસો એક્ટ હેઠળ ૨૦ વર્ષની સખત કેદ


વિરપુર,તા.૧૬

૨૦૨૧માં ૧૬ વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી પટાવી ભગાડી જઈ યોન શોષણ કર્યાનો આરોપી વિરુધ્ધ વિરપુર પોલીસ સ્ટેશન ગુનો નોંધાયો હતો.૧૬ વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી પટાવી ભગાડી જવાના ગુન્હામાં મહીસાગર જીલ્લાના વિરપુર તાલુકાના કોયલા ગામના આરોપીને લુણાવાડાના એડીશ્નલ સેશન્સ જજની કોર્ટમાં સ્પે.પોકસો. કેસ ચાલી જતા ઈ.પી.કો.કલમ તેમજ પોકસો એકટ હેઠળ ૨૦ વર્ષની સખત કેદ અને દંડની સજા ફટકારવામાં આવી છે આ કેસની વિગત મુજબ મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના કોયલા ગામના આરોપી અજય વિનુભાઈ રોહીતે સને ૨૦૨૧માં ૧૬ વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી પટાવી ભગાડી જઈ યોન શોષણ કર્યાનો આરોપી વિરુધ્ધ વિરપુર પોલીસ સ્ટેશનમાં પોકસો એકટ તેમજ ઈ.પી.કો.કલમ મુજબ ગુનો નોંધાયો હતો ત્યારબાદ મહીસાગરના એડીશ્નલ સેશન્સ જજની કોર્ટમાં સ્પે.પોકસો. કેસ શરૂ થયો હતો આરોપી વિરુધ્ધ આ કેસ ચાલી જતા અને સરકાર તરફે સરકારી વકીલ જયવીરસિંહ સોલંકીની દલીલોને ગ્રાહય રાખી સ્પે.પોકસો જજ અને એડીશ્નલ સેશન્સ જજ જે.એન.વ્યાસે આરોપી અજય રોહીતને ઈ.પી.કો.કલમ તેમજ પોકસો એકટ હેઠળ ૨૦ વર્ષની સખત કેદ અને દંડ ફટકારતો હુકમ કર્યો છે અને ભોગ બનનારને મહીસાગર કાનુની સેવા સત્તા મંડળને રૂપિયા ત્રણ લાખ વળતર પેટે ચુકવવાનો હુકમ કર્યો છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution