સેલવાસ-
સેલવાસમાં મોબાઈલ રિચાર્જ કરવાના બહાને વેપારીને ફસાવનારી યુવતી અને તેના પતિની પારડી પોલીસે ધરપકડ કરી છે. યુવકને ફસાવનારી યુવતીએ પોતાની અન્ય મહિલા મિત્રને નકલી પોલીસ બનાવી ફોન કરાવી 10,000 રૂપિયા પડાવ્યા બાદ આ મામલે યુવકે પોલીસ ફરિયાદ કરી હતી. સેલવાસમાં સ્ટેશનરીની દુકાન ચલાવતા કૃણાલ નટવર ભંડારી પાસે ગ્રાહકના સ્વાંગમાં આવેલી જયશ્રી નામની યુવતીએ મોબાઈલ રિચાર્જના બહાને નંબર આપી તેની સાથે મિત્રતા કેળવી હતી. બન્ને અવારનવાર એકબીજા સાથે વાતચીત કરતા હતા. 14 ડિસેમ્બરે અચાનક કૃણાલના મોબાઈલ પર શ્વેતા નામની મહિલાએ પોતે પોલીસમાં છું અને જયશ્રીના પતિએ તેના વિરૂદ્ધ ફોન કરવા માટે ફરિયાદ કરી છે. તેમ જણાવી પતાવટ માટે રૂપિયા 10,000 લઈ પારડી મામલતદાર કચેરી પાસે બોલાવ્યા હતા. કૃણાલે નકલી પોલીસ શ્વેતાને રૂપિયા આપી દેતા પાછળથી તેની સાથે ઠગાઈ થઈ હોવાની જાણ થઈ હતી. એટલે તેણે પારડી પોલીસમાં શ્વેતા અને જયશ્રી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ કેસમાં નકલી પોલીસ બની બેસેલી શ્વેતા પટેલની ધરપકડ કરી હતી. લવાસમાં હનીટ્રેપની ઘટના સામે આવી છે. એક મહિલાએ સેલવાસના યુવક પાસે મોબાઈલ રિચાર્જના બહાને નંબર લઈ લીધો હતો. ત્યારબાદ તેને ફસાવ્યા બાદ પોતાને પારડીની મહિલા પોલીસ બતાવી હતી. આ ઉપરાંત રૂપિયા 10,000નો તોડ પણ કર્યો હતો. પોલીસે આરોપી યુવતીની ધરપકડ કરી હતી. જ્યારે આ કેસમાં ઉમરગામના દંપતીની પણ ધરપકડ કરાઈ છે.