ગાંધીનગર-
ઉત્તર પ્રદેશના બહુ ચર્ચિત હાથરસ ગેંગરેપ કેસના આજે ચારે આરોપીઓને અમદાવાદની સાબરમતી જેલમાંથી ગાંધીનગર એફ.એસ.એલ ખાતે લઈ જવામાં આવ્યા છે. આ આરોપીઓના નાર્કોટેસ્ટ સહિતના ટેસ્ટ કરવામાં આવશે. આ ઉપરાંત જે ટેસ્ટ કરવાના છે તે ટેસ્ટ માટે શારીરિક અને માન્સિક રીતે આ ચારેય આરોપીઓ કેટલા ફીટ છે તેના માટે આ તમામના મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવશે.
ઉત્તર પ્રદેશના હાથરસમાં બાજરીના ખેતરમાં લઈ જઈને આરોપીઓએ પહેલા યુવતી પર ગેંગરેપ કર્યો હતો. ત્યારબાદ તેની જીભ કાપી કાઢી હતી અને કરોડરજ્જૂ તોડી નાખી હતી જેમાં યુવતીનું મૃત્યુ થયું હતું. ત્યારે આ સમગ્ર કેસની તપાસ સીબીઆઇ દ્વારા કરવામાં આવી રહી છે. જેના સંદર્ભે આજે ચારે આરોપીઓને લેવા માટે સીબીઆઇ અને યુપી પોલીસ અમદાવાદની સાબરમતી જેલ પહોંચી હતી. જ્યાંથી આ ચારેય આરોપીઓને ગાંધીનગર એફ.એસ.એલ ખાતે લઈ જવામાં આવ્યા છે.
ગાંધીનગર ખાતે આ ચારેય આરોપીઓની વિગતો પ્રથમ પ્રથામિક રીતે મેળવવામાં આવશે. જેમાં લાઇવ ડિટેક્ટર ટેસ્ટ નાર્કોટેસ્ટ સહિતના ટેસ્ટ માટે કેટલા આરોપી તૈયાર છે તેની વિગતો મેળવવામાં આવશે. આ ઉપરાંત જે ટેસ્ટ કરવાના છે તે ટેસ્ટ માટે શારીરિક અને માન્સિક રીતે આ ચારેય આરોપીઓ કેટલા ફીટ છે તેના માટે આ તમામના મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવશે.