વસતી વૃધ્ધિ દરના વિશ્લેષણ મુજબ ભારત ધાર્મિક જુથોની રીતે તંદુરસ્ત વસતી પેટર્નની દિશામાં આગળ વધી રહ્યું છે

તંત્રીલેખ


તાજેતરમાં ભારતમાં મુસ્લિમ વસતી વૃધ્ધિ દરમાં વધારો અને હિન્દુ વસતી વૃધ્ધિ દરમાં ઘટાડાના અહેવાલના પગલે હિન્દુવાદીઓમાં કંઈક અંશે ચિંતા અને ઉશ્કેરાટની લાગણી જાેવા મળી હતી. પરંતુ આરએસએસની રાષ્ટ્રીય કારોબારીના સભ્ય અને પ્રખર રાષ્ટ્રવાદી વિચારક રામ માધવે આ અહેવાલનું વિશ્લેષણ કરતા એક લેખમાં લખ્યું છે કે ભારત તંદુરસ્ત વસતી પેટર્નની દિશામાં આગળ વધી રહ્યું છે. અને વિશ્વના બીજા દેશોમાં વસતી વિષયક ફેરફારથીે દ્વેષભાવના વધી ગઈ છે તેની સરખામણીમાં ભારતમાં તંદુરસ્ત વલણ જાેવા મળે છે.


આ અહેવાલના તારણો સૂચવે છે કે લઘુમતીઓ ભારતમાં તમામ લાભો ભોગવે છે અને આરામદાયક જીવન જીવે છે, જ્યારે સમગ્ર વિશ્વમાં વસતી વિષયક ફેરફારો ચિંતાનો વિષય છે. ભારતમાં પીએમ-ઇકોનોમિક એડવાઇઝરી કાઉન્સિલના ત્રણ સભ્યો શમિકા રવિ, અબ્રાહમ જાેસ અને અપૂર્વ મિશ્રા દ્વારા તાજેતરનો અભ્યાસ “શેર ઑફ રિલિજિયસ માઈનોરિટી– અ ક્રોસ-કન્ટ્રી એનાલિસિસ” પશ્ચિમી દેશોના ધરમૂળથી બદલાતા વસતીવિષયક વલણની પુષ્ટિ કરે છે. ૧૯૫૦થી ૨૦૧૫ સુધીના ડેટા દર્શાવે છે કે ૬૫ વર્ષના ત્રણ-પેઢીના સમયગાળામાં ૩૮ દેશોમાંથી ૩૫ દેશોમાં દેશોએ બહુમતી ધાર્મિક સંપ્રદાય રોમન કૅથલિકોની સંખ્યામાં ભારે ઘટાડો જાેયો છે. આ અભ્યાસ ૧૬૭ દેશોને આવરી લે છે. આ સમયગાળા દરમિયાન વૈશ્વિક સ્તરે બહુમતી ધાર્મિક વસતીમાં સરેરાશ ઘટાડો ૨૨ ટકા હતો. પશ્ચિમી દેશોમાં તોબહુમતી ધાર્મિક વસ્તીનો સરેરાશ ઘટાડો ૨૯ ટકા હતો. ૧૯૫૦માં આફ્રિકાના ૨૪ દેશોમાં પણ મૂળ ધર્મ બહુમતીમાં હતો. ૨૦૧૫ સુધીમાં તેણે બહુમતી ગુમાવી હતી.


ઘટતી બહુમતીના વૈશ્વિક પ્રવાહોને ધ્યાનમાં રાખીને, ભારતમાં પણ બહુમતી ધાર્મિક સંપ્રદાયના હિસ્સામાં ૭.૮૧ ટકાનો ઘટાડો જાેવા મળ્યો છે.ભારતના સંદર્ભમાં, મુસ્લિમો, ખ્રિસ્તીઓ, શીખો અને બૌદ્ધોની વસ્તીમાં વધારો (પારસી અને જૈનોમાં ઘટાડો જાેવા મળ્યો) દર્શાવે છે કે ખાસ કરીને પશ્ચિમી મીડિયાના પ્રચારથી વિપરિત લઘુમતીઓ દેશમાં ખુશ અને સલામત છે. રામ માધવ કહે છે કે લઘુમતીઓ માત્ર સુરક્ષિત નથી પરંતુ ખરેખર ભારતમાં સમૃદ્ધ છે. બાંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા, ભૂટાન અને અફઘાનિસ્તાન જેવા દેશોમાં બહુમતી ધાર્મિક સંપ્રદાયોનો હિસ્સો વધ્યો છે અને લઘુમતી વસતી ચિંતાજનક રીતે ઘટી ગઈ છે ત્યારે ભારતમાં સમાજમાં વિવિધતાને પ્રોત્સાહન આપવા માટે અનુકૂળ વાતાવરણ છે. ભારતની ધાર્મિક વસતી વિશે વ્યાપક અભ્યાસ જે.કે. બજાજ, એમડી શ્રીનિવાસ અને એપી જાેશી દ્વારા ૨૦૦૩માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જિલ્લા સ્તરે જઈને, તે લગભગ સંપૂર્ણ અભ્યાસમાં અસંતુલિત વૃદ્ધિની ચેતવણી આપવામાં આવી હતી.


જાે કે,નવા ડેટા એ પણ દર્શાવે છે કે ભારતમાં વસતી વૃદ્ધિ દર ધીમે ધીમે તંદુરસ્ત વૃદ્ધિની નજીક આવી રહ્યો છે. કુલ પ્રજનન દર ડેટા (સ્ત્રીએ તેના જીવનકાળમાં કરેલા બાળજન્મની સંખ્યા) વસતી વૃદ્ધિને પ્રોજેક્ટ કરવા માટે એક વિશ્વસનીય સૂચક છે. એ દર્શાવે છે કે ભારતમાં વસતીમાં ઘટાડો તમામ ધાર્મિક જૂથોમાં છે. ૧૯૯૧અને ૨૦૧૫ની વચ્ચે, હિંદુઓ માટે આ ઘટાડો ૩.૩ થી ૨.૧ હતો, જ્યારે મુસ્લિમો માટે આ ઘટાડો ૪.૪ થી ૨.૬ હતો. આજે, હિંદુઓ અને મુસ્લિમોના આંકડા વધુ ઘટીને અનુક્રમે ૧.૯ અને ૨.૪ થયા છે. જાે આ વલણ ચાલુ રહેશે, તો આગામી દાયકાઓમાં ભારતમાં તંદુરસ્ત વસતી પેટર્ન જાેવા મળે તેવી અપેક્ષા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution