એક અંદાજ પ્રમાણે ડબ્બા ટ્રેડિંગમાં દરરોજ ૭૦ હજાર કરોડનો કારોબાર



સેબીએ રિટેલ રોકાણકારોને ફ્યૂચર એન્ડ ઑપ્શન ટ્રેડિંગના નુકસાનથી બચાવવા માટે સખ્ત પગલાં લીધા છે. જેના માટે ન્યૂનતમ કોન્ટ્રાક્ટ સાઇઝ વેલ્યૂમાં વધારો જેવા ઉપાયો કરવામાં આવ્યા છે. અનેક માર્કેટ નિષ્ણાતો અનુસાર સેબીના આકરા વલણથી ડબ્બા ટ્રેડિંગ વધવાની આશંકા છે. ટૂંકા ગાળાના નફા માટે ટ્રેડર્સ ડબ્બા ટ્રેડિંગ તરફ વળે તેવી શક્યતા છે.

સેબીએ ઇન્ડેક્સ ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ માટે મિનિમમ કૉન્ટ્રાક્ટ સાઇઝ વેલ્યૂ વધારીને ૧૫ થી ૨૦ લાખ રૂપિયા કરવાની ભલામણ કરી છે. છ મહિના બાદ તેને ૨૦ લાખ રૂપિયાથી ૩૦ લાખ રૂપિયા કરવામાં આવે તેવી શક્યતા છે. વર્તમાનમાં, ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ માટે ન્યૂનતમ કોન્ટ્રાક્ટ સાઇઝ ૫ થી ૧૦ લાખની છે. એસટીટીને અનુક્રમે ૦.૦૨% અને ૦.૧% સુધી વધારવામાં આવ્યો છે. નવા દરો ઑક્ટોબરથી લાગૂ થશે. ૮૫%થી વધુ એફ એન્ડ ઓ રોકાણકારો ખોટ કરે છે-સેબી અનુસાર નાણા વર્ષ ૨૦૨૩-૨૪માં ૯૨.૫૦ લાખ વ્યક્તિઓ અને માલિકીની કંપનીઓએ દ્ગજીઈ ઇન્ડેક્સ ડેરિવેટિવ સેગમેન્ટમાં ટ્રેડિંગ કર્યું છે.

એફ એન્ડ ઑની પ્રવૃત્તિને નિયંત્રિત કરવા માટે સેબીનું આકરું વલણ હવે ચિંતા વધારી રહ્યું છે. તેનાથી એફ એન્ડ ઑ ટ્રેડર્સ માર્કેટમાંથી બહાર થઇ છે અને ડબ્બા ટ્રેડિંગ અથવા તો જુગારની સાઇટ પર શિફ્ટ થઇ શકે છે. વર્ષ ૨૦૧૯ દરમિયાન ડબ્બા ટ્રેડિંગનો કારોબાર હ્લશ્ર્ંની તુલનામાં ૨૮% બરાબર હતો પરંતુ ત્યારથી તેમાં અનેકગણો વધારો થયો છે. એક અંદાજ પ્રમાણે ડબ્બા ટ્રેડિંગમાં દરરોજ ૭૦ હજાર કરોડનો કારોબાર થાય છે. આ કારોબાર મુંબઇ, અમદાવાદ, રાજકોટ, જયપુર, ઇન્દોર તેમજ દેશના ટિયર ૨ શહેરોમાં પણ ફેલાયેલો છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution