આગ્રા-
આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર રવિવારે વહેલી સવારે ટ્રકની ટક્કરથી કાર પલટી ખાઈ ગઈ હતી. આ ઘટનામાં દિલ્હીમાં ભાજપ પ્રદેશના પ્રવક્તા અને તેમની પત્નીની મોત થઈ છે, જ્યારે તેમના ત્રણ પુત્રો અને બે ભાઈને ઈજા પહોંચી છે. કાર સવાર પરિવારના બધા લોકો લગ્ન સમારોહમાં સામેલ થવા માટે પ્રતાપગઢ જઈ રહ્યા હતા. પોલીસે ઘાયલ લોકોને તિર્વા મેડિકલ કોલેજમાં ભરતી કરાવ્યા હતા.
વી દિલ્હીના સંગમ વિહાર નિવાસી સંદીપ શુક્લાના પુત્ર અમરનાથ શુક્લા દિલ્હીમાં ભાજપના પ્રદેશ પ્રવક્તા હતા. તેઓ કારમાં પોતાની પત્ની, ત્રણ બાળકો અને બે ભાઈઓ સાથે લગ્નમાં સામેલ થવા માટે પ્રતાપગઢ જઈ રહ્યા હતા. કાર સંદીપ ચલાવી રહ્યો હતો. રવિવારે આશરે 4.30 વાગ્યે કન્નૌજના ઠઠિયાના ગામ ઈનાયતપુર પાસે ઓવરટેક કરતી વખતે ટ્રક કારમાં ઘુસી ગઈ હતી. તેનાથી નિયંત્રણ ખોઈને કાર ડિવાઈડર સાથે ટકરાઈને પલટી મારી ગઈ હતી. ઘટના પછી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો અને એક્સપ્રેસ-વે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.
સૂચના મળતા જ યુપીડા કર્મીઓએ કારમાં ફસાયેલા ઘાયલોને બહાર કાઢીને તિર્વા મેડિકલ કોલેજમાં સારવાર અર્થે મોકલી આપ્યા હતા. જેમાં સંદીપ અને તેની પત્નીને ડૉક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. કારને ક્રેઈનની મદદથી સાઈડ પર કરી ટ્રાફિકને નોર્મલ કરવામાં આવ્યો હતો. કારને પોલીસ સ્ટેશન પાસે લઈ જવામાં આવી હતી. ઠઠિયાના પોલીસ સ્ટેશનના હેડ રાજકુમારે કહ્યું હતું કે આ અકસ્માતની તેમની સંબંધીઓને જાણ કરવામાં આવી છે.