અંકલેશ્વર નજીક ST બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત, 5 લોકો ઇજાગ્રસ્ત

અંકલેશ્વર-

રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર આજે મંગળવારે સવારના સમયે STબસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. નવસારીથી 40 જેટલા પ્રવાસીઓ બેસાડી ST બસનો ચાલક યાત્રાધામ અંબાજી જઈ રહ્યો હતો. બસ અંકલેશ્વરની ખરોડ ચોકડી નજીકથી પસાર થઈ રહી હતી એ દરમ્યાન કન્ટેનર સાથે અકસ્માત સર્જાતા બસ માર્ગની નીચે ઉતરી ગઈ હતી. અકસ્માતની આ ઘટનામાં બસમાં સવાર 5 પ્રવાસીઓ અને ચાલકને ઇજા પહોચી હતી. જેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિકજામની પરિસ્થિતી જોવા મળી હતી. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વાહન વ્યવહાર પૂર્વવ્રત કરાવ્યો હતો.નવસારીથી અંબાજી જઈ રહેલી ST બસને અંકલેશ્વરની ખરોડ ચોકડી નજીક અકસ્માત નડ્યો હતો. કન્ટેનર સાથે અકસ્માત સર્જાતા બસમાં સવાર 5 પ્રવાસીઓને નાની મોટી ઇજા પહોચી હતી. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution