રાજકોટ-
કાલાવડના બાંગા ગામે પટેલ પરિવારમાં કરૂણાંતિકા સર્જાઇ છે. ગામ હીબકે ચડયું હતું. સ્વજનની અંત્યેષ્ઠીમાં ગયેલા ત્રણ પરિવારજનોના અકસ્માતમાં મોત થતા ત્રણ-ત્રણ અર્થીઓ એકસાથે ઉઠતા બાંગ ગામમાં શોક-માતમમાં ફેરવાયું હતુ.જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના નાના એવા બાંગા ગામમાં પટેલ પરિવાર ઉપર અણધારી આફત આવી પડી. સ્વજનના મૃત્યુ બાદ મથુરા ગયેલા પરિવારને પરત ફરતી વેળાએ અકસ્માત નડતા એકજ પરિવારના ત્રણ-ત્રણ સભ્યોના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજતા નાના એવા બાંગા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતુ.
મળતી માહિતી મુજબ બાંગા ગામના વલ્લભભાઇ પોપટભાઇ રાબડીયાનું અવસાન થતા તેમની અંતિમક્રિયા માટે તેમનો પુત્ર વિઠ્ઠલભાઇ અને તેમના પુત્ર મેહુલભાઇ રાબડીયા અને મેહુલભાઇની માતા જયાબેન રાબડીયા સહિતના ગયા હતા. જેઓ કારમાં પરત ફરી રહયા હતા તે વેળાએ ગુજરાતના હમીરગઢ નજીક અકસ્માત સર્જાતા રાબડીયા પરિવારના ત્રણ સભ્યોના માર્ગ અકસ્માતમાં મૃત્યુ નીપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે. મુજબ કાલાવડ તાલુકાના બાંગા ગામના રાબડીયા પરિવારના વતની યુપી મથુરાથી પરત બાંગા ગામ તરફ આવતા રસ્તામાં અકસ્માત થવા પામ્યો.સ અકસ્માતમાં એકજ પરિવારના ત્રણ લોકોના ઘટના સ્થળે મોત થયા. મૃતકમાં માતા, પુત્ર અને કુટુંબી કાકાનો સમાવેશ થાય છે.