એબીવીપી દ્વારા જીકાસ પોર્ટલની અંતિમયાત્રા કાઢવામાં આવી

વડોદરા

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એમ એસ યુનિવર્સિટી સહિત રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીમાં પબ્લિક યુનિવર્સિટી એક્ટ લાગુ કરવામાં આવ્યો છે. જેની સાથે જ તમામ યુનિવર્સિટીમાં પ્રવેશ માટે એક અલાયદું એડમિશન પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું છે. જાેકે, રાજ્ય સરકારના ઓનલાઇન એડમિશન પોર્ટલમાં છબરડા હોવાનું એમ એસ યુનિ. આર્ટ્‌સ ફેકલ્ટીની પ્રવેશ પ્રક્રિયા દરમિયાન સામે આવ્યું હતું. જેથી આજરોજ એબીવીપી દ્વારા વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વડોદરા ખાતે એબીવીપી દ્વારા ફતેગંજથી રેલી સ્વરૂપે યુનિ. હેડ ઓફિસ જઈ વાઇસ ચાન્સેલરની આવેદન પત્ર આપવાનું હતું. જાેકે, વિરોધ પ્રદર્શન દરમિયાન ઓનલાઇન એડમિશન પોર્ટલ જીકાસના પૂતળાનું પણ દહન કરવાનું હતું. પરંતુ પોલીસ દ્વારા પૂતળું ઝૂંટવી લેવામાં આવ્યું હતું. જે સમયે પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જાેવા મળ્યા હતા. પોલીસ સાથેના ઘર્ષણ દરમિયાન બે વિદ્યાર્થીને ચક્કર આવી ગયા હતા તો અન્ય એક વિદ્યાર્થી ઘાયલ થયો હતો.

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલા રાજ્યની ૧૬ યુનિવર્સિટી માટેના એડમિશન પોર્ટલ જીકાસમાં ટેક્નિકલ ક્ષતિઓ હોવાનું સામે આવ્યું છે. જેના પગલે આજે ફતેગંજથી એમ.એસ. યુનિવર્સિટી હેડ ઓફિસ સુધી એબીવીપી દ્વારા પોર્ટલની અર્થી કાઢવામાં આવી હતી. એક તરફ પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે અને બીજી તરફ જીકાસ પોર્ટલમાં અનેક ક્ષતિઓ હોવાનું સામે આવ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. એબીવીપી દ્વારા કાઢવામાં આવેલી જીકાસની અર્થી યાત્રાને લઈને પોલીસ વિભાગ પહેલાથી જ એલર્ટ મોડમાં હતો. પોલીસ દ્વારા કાર્યકરો પાસેથી અર્થી ખેંચવાના પ્રયાસો કરાયા હતા. જેના પગલે કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જાેવા મળ્યા હતા. જે દરમિયાન એક વિદ્યાર્થીને માથામાં ઇજા પહોંચી હતી. જેને તાત્કાલિક ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આંદોલન બાબતે એબીવીપીના વિદ્યાર્થી નેતા અક્ષય રબારીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે વિદ્યાર્થીઓના હિતમાં જીકાસ પોર્ટલ શરૂ કર્યું તે ઘણી સારી બાબત છે. પરંતુ જીકાસ પોર્ટલમાં અનેક ખામીઓ પણ રહેલી છે. એબીવીપી દ્વારા ​​​​​​​ ઘણા મહિનાઓથી ખામીઓ બાબતે રજૂઆત કરવામાં આવી રહી છે. તેમ છતાં તેનું નિવારણ કરવામાં આવી રહ્યું નથી. જેના પગલે વિદ્યાર્થીઓ હેરાન થઇ રહ્યા છે. જેથી આજે એબીવીપી દ્વારા એમ એસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર થકી શિક્ષણમંત્રીને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. જાે કે, વાઇસ ચાન્સેલર અમને મળવા માટે બહાર આવ્યા નહીં. વાઇસ ચાન્સેલરને તો વિદ્યાર્થીઓની પડી જ હોય તેમ કલાકો સુધી વિદ્યાર્થીઓને બેસાડી રાખવામાં આવ્યા હતા. જેના કારણે બે વિદ્યાર્થીને ચક્કર પણ આવી ગયા છે. જયારે વાઇસ ચાન્સેલર દ્વારા બોલાવવામાં આવેલી પોલીસ દ્વારા અમને રોકવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા અમારા પર બળ પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં બે વિદ્યાર્થીને ઇજા પણ પહોંચી છે. જાેકે, કલાકો સુધી એબીવીપીના વિદ્યાર્થીઓ રજૂઆત કરવા અડગ રહેતા અંગે વાઇસ ચાન્સેલર દ્વારા એબીવીપીના વિદ્યાર્થીઓ સાથે બંધ બારણે બેઠક કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા જીકાસ પોર્ટલની ખામીઓ અંગે રજૂઆત કરાઈ હતી. બેઠક બાદ વાઇસ ચાન્સેલર દ્વારા વિદ્યાર્થીઓની રજૂઆત શિક્ષણ વિભાગ સુધી પહોંચાડવાની બાંહેધરી આપી હોવાનું જાણવા મળે છે. સમગ્ર બાબતે એમ.એસ. યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડૉ. કે.એમ. ચુડાસમાએ જણાવ્યું હતું કે, એમ.એસ. યુનિવર્સિટી સહિત તમામ ૧૬ યુનિવર્સિટીમાં એડમિશન પ્રક્રિયા જીકાસ થકી થઇ રહી છે. જીકાસમાં અરજી કરનાર વિદ્યાર્થીનો ડેટા યુનિવર્સિટીને મોકલી આપવામાં આવે છે. જેના આધારે યુનિ. દ્વારા પ્રવેશ પ્રક્રિયા કરાઈ રહી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution