બાંગ્લાદેશથી ફરાર શેખ હસીનાના ભારતમાં ધામા

ઢાકા: બાંગ્લાદેશમાં ભારે હિંસા બાદ વડાંપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે. અગાઉ આર્મી ચીફ વકાર-ઉઝ-ઝમાને હસીનાને ૪૫ મિનિટમાં રાજીનામું આપવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. મીડિયા અહેવાલ પ્રમાણે વડાંપ્રધાન શેખ હસીના દેશ છોડીને સલામત સ્થળે ચાલ્યા ગયા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે શેખ હસીના ભારતમાં આશ્રય લઈ શકે છે. બાંગ્લાદેશની લશ્કરના વડાએ જાહેરાત કરી છે કે સેના વચગાળાની સરકાર બનાવશે. અગાઉ પ્રદર્શનકારીઓ શેખ હસીનાના ઘરમાં ઘૂસી ગયા હતા અને તોડફોડ કરી હતી. દેશના અનેક વિસ્તારોમાં વિજયોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. આ હિંસામાં ૩૦૦થી વધુ લોકોના મોત થયા છે. શેખ હસીનાની સાથે તેમની બહેન પણ ઢાકા છોડી ગયા છે. બાંગ્લાદેશના આર્મી ચીફે હસીનાને કહ્યું હતું કે તેમણે સન્માનજનક રીતે સત્તામાંથી રાજીનામું આપવું જાેઈએ. દરમિયાન બાંગ્લાદેશના વડાંપ્રધાનના પુત્રએ સુરક્ષા દળોને વિનંતી કરી છે કે તેઓ કોઈપણ બિનચૂંટાયેલી સરકારને સત્તામાં આવતા અટકાવે. બાંગ્લાદેશના આર્મી ચીફ દ્વારા આ એવા સમયે કરવામાં આવ્યું છે જ્યારે પીએમ શેખ હસીનાના રાજીનામાની માંગને લઈને રવિવારે શરૂ થયેલી હિંસામાં થોડા જ કલાકોમાં ૩૦૦ લોકોના મોત થયા હતા અને અબજાેની સંપત્તિને આગ લગાડી દેવામાં આવી હતી. તમામ મોટા શહેરોમાં લાખો લોકો શેખ હસીનાના રાજીનામાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે. રાજધાની ઢાકાને દેખાવકારોએ સંપૂર્ણપણે કબજે કરી લીધી હતી અને લાખો લોકો મુખ્ય ચોકીઓ પર એકઠા થયા હતા. છેલ્લા કેટલાક દિવસોમાં બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસામાં ૩૦૦ લોકોના મોત થયા છે. જેના કારણે દેશની અવામી લીગ સરકાર અને પીએમ શેખ હસીના શંકાના દાયરામાં આવી ગયા.

બાંગ્લાદેશ મીડિયા અનુસાર દેશના સેના પ્રમુખ હાલમાં દેશની સ્થિતિ પર રાજકીય પક્ષોના નેતૃત્વ સાથે પરામર્શમાં વ્યસ્ત છે. આ પછી આર્મી ચીફ દેશને સંબોધન કરશે. બાંગ્લાદેશ આર્મી ચીફનું ટેલિવિઝન સંબોધન ફરી એકવાર થોડા સમય માટે સ્થગિત કરવામાં આવ્યું હતું. માનવામાં આવે છે કે આર્મી ચીફ પોતાના સંબોધનમાં સત્તા પરિવર્તનની જાહેરાત કરશે. ગયા મહિને બાંગ્લાદેશમાં વિવાદાસ્પદ ક્વોટા સિસ્ટમને લઈને ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થી કાર્યકરોની પોલીસ અને સરકાર તરફી વિરોધીઓ સાથે હિંસક અથડામણ થઈ હતી. આ વિરોધ પ્રદર્શનોમાં ભીડ વધવા લાગી અને હિંસા શરૂ થઈ હતી. જ્યારે સર્વોચ્ચ અદાલતે ક્વોટા ઘટાડવાનો ર્નિણય લીધો ત્યારે બાબતો સારી રીતે ચાલી રહી હોય તેવું લાગતું હતું, પરંતુ રવિવારે લાખો લોકો હસીનાના રાજીનામાની માગણી સાથે રસ્તા પર ઉતરી આવ્યા અને બાજી શેખ હસીનાના હાથમાંથી નીકળી ગઈ.ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં અનામત મુદ્દે ફાટી નીકળેલો અગનજ્વાળા ફરી સમગ્ર દેશને ભરડામાં લઈ રહ્યો છે. બાંગ્લાદેશમાં શહીદોના વંશજાેને અનામતનો મુદ્દે બેકાબૂ બનતા દેશભરમાં અનિશ્ચિતકાળ માટે કર્ફ્‌યૂ લાદવા સાથે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ સ્થિતિમાં બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીનાએ વડાંપ્રધાન પદેથી રાજીનામું આપીને ભારતમાં શરણ લઈ લીધી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution