૨ મહિનામાં લગભગ ૩૦ હજાર કરોડ રૂપિયાના આઈપીઓ માર્કેટમાં લોન્ચ થશે


મુંબઈ,તા.૧૨

લોકસભા ચૂંટણી ૨૦૨૪ પૂરી થયા બાદ શેરબજારમાં તેજી જાેવા મળી રહી છે. ૈંર્ઁં માર્કેટમાં પણ રોકાણકારો માટે નવી તકો ખુલવા જઇ રહી છે. આગામી ૨ મહિનામાં લગભગ ૩૦ હજાર કરોડ રૂપિયાના આઈપીઓ માર્કેટમાં લોન્ચ થવા જઈ રહ્યા છે.

લોકસભાની ચૂંટણીઓ ચાલુ હતી ત્યારથી આ વખતે સ્ટોક માર્કેટ ખુબ ચર્ચામાં રહ્યું છે. ક્યારેક શેરના ભાવ અધધ વધ્યાં, તો ક્યારેક ભાવ સાવ તળીયે બેસી ગયાં. ક્યારેક રોકાણકારોએ કમાણી કરી તો ક્યારેક રોકાણકારો રાતા પાણીએ રડ્યા આ બન્ને સમાચારો ચર્ચામાં રહ્યાં. આ તમામની વચ્ચે ચૂંટણીના પરિણામો બાદ નવી સરકારની રચના થઈ ગઈ છે. અને ફરી એકવાર રોકાણકારો માટે મોટી તક આવી રહી છે. કારણકે, આ વખતે એક સાથે બે ડઝનથી વધારે આઈપીઓ આવી રહ્યાં છે. ૈંર્ઁં માર્કેટમાં પણ રોકાણકારો માટે નવી તકો ખુલવા જઇ રહી છે. આગામી ૨ મહિનામાં લગભગ ૩૦ હજાર કરોડ રૂપિયાના આઈપીઓ માર્કેટમાં લોન્ચ થવા જઈ રહ્યા છે. ઈ્‌ના રિપોર્ટ અનુસાર, લગભગ બે ડઝનેક કંપનીઓ આગામી ૨ મહિનામાં ૈંર્ઁં લાવવા જઈ રહી છે. જે કંપનીઓ આગામી ૨ મહિનામાં ૈંર્ઁં લાવવાની યોજના પર કામ કરી રહી છે, તેઓ આઇપીઓ દ્વારા બજારના રોકાણકારો પાસેથી ૩૦ હજાર કરોડ રૂપિયાથી વધુ એકત્ર કરવાની યોજના ધરાવે છે. આઈપીઓ ખુલતાની સાથે બજારમાં ગતિવિધિઓ ઝડપી બનશે ત્યારે રોકાણકારોને પણ કમાણીની ઘણી તકો મળવાની છે.

ચૂંટણી બાદ આઇપીઓ માર્કેટ ઇક્સિગોના ઇશ્યુ સાથે શરૂઆત થઇ ચૂકી છે. ઓનલાઈન ટ્રાવેલ સર્વિસ પ્રોવાઈડર કંપનીનો આઈપીઓ આ સપ્તાહના પહેલા દિવસે સોમવારે ખુલ્યો છે. આજે ઇક્સિગોના આઇપીઓમાં બિડ કરવાની છેલ્લી તક છે. આ ૈંર્ઁંને બજારમાં રોકાણકારો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. સોમવારે ખુલ્યાના કલાકોમાં તે સંપૂર્ણ રીતે સબ્સ્ક્રાઇબ થઈ ગયો હતો. કંપની આઇપીઓ મારફતે ૭૪૦ કરોડ રૂપિયા એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા ૧૮ કંપનીઓના ૈંર્ઁં પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે. તેમના સિવાય લગભગ ૩૭ કંપનીઓના ડ્રાફ્ટ માર્કેટ રેગ્યુલેટર પાસે ફાઈલ કરવામાં આવ્યા છે. આ તમામ ૈંર્ઁંનું કદ મળીને ૫૦ હજાર કરોડ રૂપિયાથી વધુ છે. આ ૩૭ કંપનીઓમાંથી ઘણી કંપનીઓના ડ્રાફ્ટને ટૂંક સમયમાં મંજૂરી મળી શકે છે. આ સાથે આગામી એકથી બે મહિનામાં માર્કેટમાં આવનાર તમામ સંભવિત ૈંર્ઁંનું સંયુક્ત કદ ૩૦ હજાર કરોડ રૂપિયાને પાર કરી શકે છે.

જે કંપનીઓ આગામી એકથી બે મહિનામાં ૈંર્ઁં લાવવા જઈ રહી છે તેમાં એફકોન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એમક્યોર ફાર્માસ્યૂટિકલ્સ, એલાઇડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલર્સ, આશીર્વાદ માઇક્રોફાઇનાન્સ, સ્ટેનલી લાઇફસ્ટાઇલ, વારી એનર્જી, પ્રીમિયર એનર્જિસ, શિવા ફાર્માકેમ, બંસલ વાયર ઇન્ડસ્ટ્રીઝ, વન મોબેક્વિક સિસ્ટમ્સ અને સીજે ડાર્કલ લોજિસ્ટિક્સ વગેરેના નામ સામેલ છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution