ગીર સોમનાથ-
કરોડો લોકોની આસ્થાના કેન્દ્રબિંદુ સમાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરનો સુવર્ણ યુગ ફરી પાછો આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. સોમનાથ મંદિર પરના 1,500 જેટલા પથ્થરના નક્ષીકામ કરેલ કળશને સુવર્ણ મંડિત કરવા માટે સોમનાથ ટ્રસ્ટે કરેલા આહ્વાનમાં 400થી વધુ દાતાઓએ કળશ નોંધાવ્યા છે. જેમાંના 66 કળશને સોનાથી મઢવામાં આવ્યા છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા 1,11,000ના નાના કળશ, 1,21,000ના મધ્યમ કળશ અને 1,51,000ના મોટા કળશનું અનુદાન નક્કી કરવામાં આવ્યું છે. જેમાં 400થી વધારે કળશના દાન માટે દાતાઓએ નોંધણી કરાવી છે. સોમનાથ ટ્રસ્ટ સંચાલિત રામ મંદિર ખાતે અમદાવાદની સંસ્થા દ્વારા કળશના માપના તાંબાના બીબા તૈયાર કરીને તેમને સોનાથી મઢવામાં આવે છે અને તેમના પર જરૂરી કેમિકલ ક્રિયા કરીને તેને દાતાઓની પૂજા બાદ મંદિર પર લગાવવામાં આવે છે.
કરોડો લોકોની આસ્થાના કેન્દ્રબિંદુ સમાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરનો સુવર્ણ યુગ ફરી પાછો આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. સોમનાથ મંદિર પરના 1,500 જેટલા પથ્થરના નક્ષીકામ કરેલ કળશને સુવર્ણ મંડિત કરવા માટે સોમનાથ ટ્રસ્ટે કરેલા આહ્વાનમાં 400થી વધુ દાતાઓએ કળશ નોંધાવ્યા છે. જેમાંના 66 કળશને સોનાથી મઢવામાં આવ્યા છે.