વડોદરામાં રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળને કારણે 150 જેટલી સર્જરીઓ અટવાઈ, દર્દીઓ પરેશાન

વડોદરા-

સયાજી હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળને પગલે અલગ અલગ વિભાગની ૧૫૦ જેટલી સર્જરીઓ અટવાઈ છે. ૪૫૦ જુનિયર તબીબો કામગીરીથી અળગા રહેતા દર્દીઓને નિદાન અને સારવાર માટે રાહ જાેવી પડી રહી છે.એસઅસજીમાં મ્યુકોરમાઇકોસિસના ૩ દર્દીને અન્ય વોર્ડમાં ખસેડવા પડયા હતા. પડતર પ્રશ્નો મામલે શરુ કરાયેલા આંદોલનના છઠ્ઠા દિવસે કેન્ડલ માર્ચ કાઢી વિરોધ કરી રહેલા તબીબોને હોસ્પિટલ સંકુલ બહાર રેલી કાઢવાની મંજૂરી મળી નહતી. રેલી કાઢશો તો ધરપકડ કરવા પોલીસે ચીમકી આપતા તબીબોમાં નારાજગી પ્રવર્તી છે.

બરોડા મેડિકલ કોલેજના ૪૫૦ જુનિયર તબીબોએ તેમના પડતર પ્રશ્નોના ઉકેલની માંગ સાથે બુધવાર સાંજથી હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. હડતાળના છઠ્ઠા દિવસે સોમવારે સયાજી હોસ્પિટલમાં ઓ.પી.ડી સહિત વિવિધ વિભાગોમાં સવારથી જ મોટી સંખ્યામાં દર્દીઓ આવી પહોંચતા રેસિડેન્ટ તબીબોના અભાવે દર્દીઓને રાહ જાેવાનો વારો આવ્યો હતો. બીજી તરફ સર્જીકલ વિભાગ, ઓર્થોપેડિક, ગાયનેક સહિતના વિવિધ વિભાગોમાં રેસિડેન્ટ તબીબોની ગેરહાજરીથી સર્જરી મુલતવી કરવી પડી રહી છે. તબીબી સૂત્રો પ્રમાણે છેલ્લા ૬ દિવસમાં અંદાજીત ૧૫૦થી વધુ સર્જરી અટવાઈ છે.જેના કારણે દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે. સોમવારે અઠવાડિયાના પહેલા દિવસે સયાજી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉભરાયા હતા. જેમાં ૪૫૦ રેસિડેન્ટ તબીબો સામે માત્ર ૪૦ જેટલા આસિસ્ટન્ટ પ્રોફેસર અને એસોસિએટ પ્રોફેસરને ડ્યુટી પર હાજર રહેવા દર્દીઓને કલાકો સુધી રાહ જાેવાનો વારો આવ્યો હતો. હડતાળને પગલે સયાજી હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના ૩ દર્દીન અન્ય વોર્ડમાં શિફટ કરવા પડયા હતા. બીજી તરફ હડતાળના છઠ્ઠા દિવસે સોમવારે તબીબોએ સુપ્રિટેન્ટેડેન્ટ ઓફીસ સામે સૂત્રોચ્ચાર કરી તેમના પડતર પ્રશ્નોના ઉકેલનો સત્વરે નિકાલ લાવવામાં આવે તેવી માંગ સાથે આંદોલન વધુ પ્રબળ બનવવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. તંત્ર સામે સવાર બાદ સાંજે પણ તબીબોએ હોસ્પિટલ સંકુલમાં કેન્ડલ માર્ચ યોજી હતી. જેમાં ૨૫૦થી વધુ તબીબો જાેડાયા હતા.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution