આરોહીની અદાકારીઃ માત્ર ૬ જ ફિલ્મો, પણ એવોર્ડ પુરા પાંચ!

નેપોટીઝમ માત્ર હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ નહીં, પરંતુ થોડા ઘણાં અંશે ગુજરાતી ફિલ્મ જગતમાં પણ છે. ગુજરાતી ફિલ્મની ખ્યાતનામ ડાયરેક્ટર અને પ્રોડયુસર સંદિપ અને આરતી પટેલની દિકરી એટલે આરોહી પટેલ. જાેકે, આરોહીની ફિલ્મી કેરિયરમાં તેના માતા-પિતાનો એટલો મોટો ફાળો નથી. એટલું જ નહીં, આરોહીને ફિલ્મ મળે તે માટે ના તો તેના માતા-પિતા મહેનત કરતાં ન તો આરોહીએ ક્યારેય તેમનું નામ વટાવ્યું છે.

આરોહીનો જન્મ ૧૫મી નવેમ્બર ૧૯૯૪ના રોજ ગુજરાતના અમદાવાદમાં જ થયો હતો. એટલું જ નહીં, તેને કોલેજ સુધીનો અભ્યાસ પણ અમદાવાદમાં જ કર્યો.

માતા અને પિતા ગુજરાતી ફિલ્મો સાથે સંકળાયેલા હોવાથી તેને ૧૯૯૯માં બાળ કલાકાર તરીકે ગુજરાતી ફિલ્મ ‘મોતીના ચોક રે સપનામાં દીઠા’ થી ફિલ્મ જગતમાં પદાપર્ણ કર્યુ હતું. જાેકે, લીડ એક્ટ્રેસ તરીકે તેની પહેલી ફિલ્મ ૨૦૧૫માં આવી હતી. વિજયગીરી બાવા ફિલ્મસની ‘પ્રેમજી ધી રાઇઝ ઓફ વોરિયર’માં આરોહી પહેલી વખત મુખ્ય અદાકાર તરીકે દેખાઇ હતી. જાેકે, આરોહી ખુબ જ બિંદાસ અને અલ્લડ યુવતીની છાપ ધરાવે છે. ૨૦૧૫થી અત્યાર સુધીમાં આરોહીની માત્ર ૬ ફિલ્મો જ આવી છે. જેમાં તેને પાંચ એવોર્ડ પણ મળ્યાં છે. ફિલ્મો સિવાય આરોહીએ ૨૦૦૧માં સબ ટીવી પર આવતી સિરિયલ સતી સાવિત્રીમાં બાળ કલાકાર તરીકે ભૂમિકા ભજવી છે. તેમજ ત્રણ વેબસિરીઝમાં પણ તેને કામ કર્યુ છે.

આરોહીની ફિલ્મ ‘લવની ભવાઇ’ તેના પિતા સંદિપ પટેલની જ ફિલ્મ હતી. આરોહી ફિલ્મના સેટ પર જ રહીને મોટી થઇ હોય તેને ફિલ્મના સેટની નવાઇ ન હતી. પરંતુ તે ‘લવની ભવાઇ’માં તેના પિતાને અસીસ્ટ કરવા માગતી હતી. આરોહીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘લવની ભવાઇ’માં લીડ રોલ કરવાની કોઇ તૈયારી ન હતી. પરંતુ અંતે પપ્પાને કોઇ હિરાઇન ન મળતાં અંતે પસંદગી મારા પર જ ઉતારી.

આરોહીનું માનવું છે કે, ફિલ્મોમાં કામ કરવું મારા માટે ખુબ જ મુશ્કેલ હતું. સંદિપ પટેલ અને આરતી પટેલની દિકરી હોવાથી લોકોને મારા પર ઘણી જ આશા હતી. જાે હું સારુ કામ કરું તો લોકો કહે કે મોરના ઇંડા ચીતરવા ન પડે. અને જાે સારુ કામ ન કરુ તો કહે, સંદિપ અને આરતીની દિકરી છે છતાં આવું કામ.

‘લવની ભવાઇ’ પહેલા આરોહીએ જીવનમાં ઘણું સ્ટ્રગલ કર્યુ છે. પરંતુ ‘લવની ભવાઇ’ રિલિઝ થતાંની સાથે જ હિટ થઇ હતી. જેથી આરોહીને હતું કે, તેને હવે, ફિલ્મો માટે રાહ જાેવી નહીં પડે, પણ તેવું થયું નહીં. ઘણી રાહ જાેયા બાદ પણ કોઇ ફોન આવ્યા નહીં. જે સમય તેની માટે ખુબ જ નિરાશાજનક હતો. જાેકે, ઘણા સમય બાદ આરોહીને ડિરેક્ટર વિપુલ મહેતાનો ફોન આવ્યો. તેમણે આરોહીને ફિલ્મ ‘ચાલ જીવી લઇઅ’ે માટે કાસ્ટ કરવાની વાત કરી. તેમણે આરોહીને ફિલ્મી સ્ક્રીપ્ટ સાંભળવા માટે મુંબઇ બોલાવી પરંતુ સ્ક્રીપ્ટ સાંભળ્યા વિના જ આરોહીએ ફિલ્મ માટે હા પાડી દીધી હતી. આરોહીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, લોકો એવું કહે છે કે, ‘લવની ભવાઇ’ મારા માટે એક લોન્ચપેડનું કામ કરી ગઇ. પરંતુ એવું નહતું. તે મારા પિતા સંદિપ પટેલ માટે લોન્ચપેડ હતી.

કોરોનાકાળ દરમિયાન આરોહી તેના ઘરમાં માતા-પિતા સાથે જ રહી હતી. તેના રેન્ડમ ક્લીક તે સમયે સોશિયલ મિડીયામાં ખુબ જ વાયરલ થયા હતા. તે સમયે તે ઘરમાં રહેતી, ગીતો ગાતી, ફોટો ક્લીક કરતી, પબ જી રમતી, ફિલ્મો જાેતી, ઓછામાં ઓછા ઇન્ડગ્રીડીયન સાથે જમવાનું બનાવતા શીખવું અને સૌથી મહત્વનું કોરન્ટાઇન જીવનની તસ્વીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવી. એટલું જ નહીં આ સમયમાં તે ક્યારેય મેડિટેશન અને કસરત કરવાનું ચૂકતી ન હતી.

દરેક દિકરી માટે તેની માતા જ તેની રોલ મોડલ હોય છે, તેમ આરોહી માટે પણ તેની માતા આરતી પટેલ જ રોલ મોડલ છે. આરતી પટેલ પણ એક સારા એક્ટ્રેસ છે. જેને આરોહી સાથે ‘લવની ભવાઇ’માં તેની બોસ તરીકેનો કિરદાર નિભાવ્યો હતો.

જાે કે, ગુજરાતી ફિલ્મ અને ગુજરાતી થિયેટર માટે આરોહીનું માનવું છે કે, ગુજરાતી ફિલ્મો કરતાં ગુજરાતી થિયેટર ઘણું આગળ છે.

હાલમાં જ આરોહીની દેવેન ભોજાણી સાથેની ફિલ્મ ‘ઉડન છૂ’ રિલીઝ થઈ અને હવે તે તેની આવનારી ફિલ્મ ‘લગન લાગી’ની તૈયારીઓ અને શૂટિંગમાં વ્યસ્ત છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution