અમદાવાદ-
આજે સવારમાં ગોપાલ ઈટાલીયા જન સંવેદના મુલાકાતના બીજા ચરણની શરૂઆત કરવા માટે ઉંઝા પહોંચે તે પહેલા મહેસાણા પોલીસે ગોપાલ ઇટાલિયાની ધરપકડ કરી હતી. ઇશુદાન ગઢવીએ કહ્યું છે કે, આજથી જન સંવેદના મુલાકાતના બીજા ચરણ માટે માં ઉમિયા માતાજીના દર્શન કરીને શરૂઆત કરવાની હતી, એ વચ્ચે જ આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની મહેસાણા પોલીસે ટોલનાકા પાસેથી જુના કોઈ કેસમાં અટકાયત કરી છે. વધુમાં ઇશુદાન ગઢવી જણાવ્યું છે કે, ભાજપ આ રીતે લોકોનો અવાજ દબાવશે, તો લોકો ભાજપથી નફરત કરશે, હાલ હું માતાજીના દર્શને પહોંચી રહ્યો છું, ત્યારબાદ પોલીસ સ્ટેશન પર કાર્યકર્તાઓ સાથે પહોંચીશ. આજે સવારમાં ગોપાલ ઈટાલીયા જન સંવેદના મુલાકાતના બિજા ચરણની શરૂઆત કરવા માટે માં ઉમિયા માતાજીના દર્શન કરવા ઉંઝા પહોંચે તે પહેલા જ મહેસાણા પોલીસ દ્વારા ગોપાલ ઇટાલિયાની ધરપકડ કરવામાં આવી હતી.