સુરત-
સુરતમાં પત્રકારો સાથેની વાતચીતમાં, કોંગ્રેસના કાર્યકાર્રી પ્રદેશ પ્રમુખ હાર્દીક પટેલે કહ્યું કે, ગુજરાતનો તમામ સમાજ કોંગ્રેસથી પ્રેરીત થઈ રહ્યો છે. આવા સંજોગોમાં કોંગ્રેસને ત્યજીને હુ આમ આદમી પાર્ટીમાં જોડાવવાનો નથી. આમ આદમી પાર્ટી બાબતે, હાર્દીકે કહ્યુ કે, આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત સ્થિત પાટીદાર અનામત આંદોલનકર્તાઓએ, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી સમયે ટિકીટની માંગણી કરી હતી. જેને ગુજરાત કોંગ્રેસે ફગાવી દેતા, કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા ઈચ્છતા આંદોલનકારીઓએ આમ આદમી પાર્ટીનો હાથ પકડ્યો હતો. અને સુરતમાં યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં, કોંગ્રેસનો સફાયો થયો હતો, જ્યારે આમ આદમી પાર્ટીનો સુરત થકી ગુજરાતમાં પગપેસારો થયો છે.