સૈફ અલી ખાન સાથે 20 વર્ષ બાદ આમીર સ્ક્રીન શેર કરશે 

કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં આતંક મચાવ્યો છે. બોલીવુડ ઇન્ડસ્ટ્રી પણ તેને કારણે ઠપ્પ થઈ ગઈ છે. જોકે, મહારાષ્ટ્ર સરકારે શૂટિંગ શરુ કરવાની મંજૂરી આપી દીધી અને આ માટે ગાઈડલાઈન જાહેર કરી દીધી ત્યાર બાદ અભિનેતાઓએ સેટ પર જવાનું શરૂ કરી દીધું છે.

હવે એક અહેવાલ એવા પણ છે કે આમિર ખાને વધુ એક ફિલ્મ સાઈન કરી છે. આમિર ખાનની ફિલ્મ 'લાલસિંહ ચડ્ડા' આ વર્ષે ક્રિસમસમાં રિલીઝ થવાની હતી. જોકે, સિનેમા હોલ ક્યારે શરૂ થશે તે અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. માર્ચ પછી દરેક ફિલ્મની રિલીઝ અટકાવી દેવામાં આવી હતી. એવામાં આમિરની આ ફિલ્મ વર્ષ 2021માં રિલીઝ થશે તે નક્કી કરવામાં આવ્યું છે. આમિરે વિક્રમ વેધાની સાથે પોતાની તારીખોને આગળ વધારી દીધી છે. આમિર ખાન વિક્રમ વેધાની સાથે એક હિન્દી રીમેક પર કામ કરવાનો છે. જેમાં સૈફ અલી ખાન પણ હશે. અને આમિર ખાન આ ફિલ્મનું શૂટિંગ ત્યારે જ શરુ કરશે જયારે તેની 'લાલસિંહ ચડ્ડા' રિલીઝ થઈ જાય.

આમિર ખાન અને સૈફ અલી ખાન ફિલ્મ 'દિલ ચાહતા હે' પછી એક બીજાની સાથે પહેલી વાર નજર આવશે. 20 વર્ષ પછી બંનેની ઓન સ્ક્રીન જોડી દર્શકોને જોવા મળશે. આમિર અને સૈફની આ ફિલ્મ 2017માં આવેલી તમિળ ફિલ્મની રીમિક હશે. આ ફિલ્મમાં સૈફ પોલીસ અધિકારીની ભૂમિકા ભજવતો જોવા મળશે. અને આમિર ગેંગસ્ટરની ભૂમિકા નિભાવશે.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution