મુંબઇ
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા આમિર ખાનના પુત્ર જુનૈદ ખાન હાલ ચર્ચામાં છે. જુનૈદને લઇને હાલમાં જ એક ચોંકવનારી વાત સામે આવી છે. ખબર તે છે કે જુનૈદ ખાન મલયાલમ ફિલ્મ ઇશ્કના હિન્દી રિમેકથી બોલિવૂડમાં પોતાના કેરિયરની શરૂઆત કરવાના હતા. પણ નિર્દેશક નીરજ પાંડેના પ્રોડક્શન હાઉસમાં બની રહેલી આ ફિલ્મના ઓડિશનમાં જ જુનૈદને રિજેક્ટ કરવામાં આવ્યો.
આ ખબર સાંભળીને અનેક લોકો શોક્ટ હતા. કારણ કે જેના પિતા બોલિવૂડમાં રાજ કરતા હોય અને જેને મિસ્ટર પફેક્શનિસ્ટ કહેતા હોય તેના પુત્રને તેની પહેલી ફિલ્મથી કેવી રીતે રિજેક્ટ કરવામાં આવે. આ સમાાચાર ખરેખરમાં હેરાનીમાં મૂકી દે તેવા હતા. પણ હવે ખબરો આવી રહી છે કે આમિર ખાન પોતાના પુત્રને સપોર્ટ કરવા માટે આગળ આવ્યા છે. પીપિંગમૂનમાં પ્રકાશિત એક ખબર મુજબ જુનૈદ ખાન જલ્દી જ હવે યશરાજ બેનની ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે.
રિપોર્ટ્સની માનીએ તો આ ફિલ્મ સિદ્ધાર્થી પી મલ્હોત્રા ડાયરેક્ટ કરશે. અને ફિલ્મમાં જુનૈદ તેવા એક વ્યક્તિનો રોલ કરતા નજરે પડશે જે ઢોંગી બાબાઓનો ભંડાફોડ કરતો હોય. આ ફિલ્મમાં જુનૈદની અપોઝિટ બંટી ઓફ બબલી 2થી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરનાર શરવરી વાઘ જુનૈદની સાથે કામ કરશે.
કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ વર્ષ 1862માં જાદૂનાથ જી બૃધનાથ જી મહારાજના કેસ ઉપર બનેલી સત્ય ઘટના પર આધારિત હશે. આ ફિલ્મમાં જુનૈદ એક ન્યૂઝ પેપર એડિટરની ભૂમિકામાં નજરે પડશે. વાઇઆરએફ આ ફિલ્મ વિષે નેક્સ્ટ મંથમાં જાહેરાત કરી શકે છે.