સ્પેનિશ ફિલ્મની રિમેકમાં દિવ્યાંગ ખેલાડીઓનો કોચ બનશે આમિર ખાન

મુંબઈ

થોડા દિવસ પહેલાં બી- ટાઉનમાં ચર્ચા રહી કે આમિર ખાન અને આરએસ પ્રસન્ના સ્પોટ્‌ર્સ ડ્રામા બનાવશે, જેનું પ્રોડક્શન સોની પિક્ચર્સ કરશે. હવે આ ફિલ્મ સાથે જાેડાયેલી નવી જાણકારી સામે આવી છે કે આ ૨૦૧૮માં આવેલી સ્પેનિશ ફિલ્મ ચેમ્પિયન્સની રિમેક હશે. આ ફિલ્મમાં આમિર દિવ્યાંગ ખેલાડીઓના કોચનો રોલ નિભાવી શકે છે. ચેમ્પિયન્સની સ્પેનિશ સ્ટોરીને હિન્દી ભાષી દર્શકો અનુસાર તૈયાર કરવા માટે આમિર અને પ્રસન્નાએ અંદાજે ૪ વખત મીટિંગ કરી લીધી છે. આ એક ઘમંડી અને શરાબી કોચની જર્ની છે,

જે દિવ્યાંગ લોકોની એક ટીમને ટ્રેન્ડ કરે છે. તે ટીમ દુનિયાભરમાં ઘણી ચેમ્પિયનશિપ જીતી જાય છે. ફિલ્મમાં આમિરનો રોલ તેની બદલવાની સ્ટોરી પણ દેખાડશે. ચેમ્પિયન્સ કોમેડી ફિલ્મ હતી જેમાં એક બાસ્કેટબોલ કોચને જબરદસ્તી કમ્યુનિટી સર્વિસનું કામ આપવામાં આવે છે. બોક્સઓફિસ બોલિવૂડની ખબર મુજબ ફિલ્મની સ્ટોરી લખવામાં આવી રહી છે અને મે- જૂન સુધી આને આમિર ખાન તરફથી ફાઇનલ કરી દેવામાં આવશે. ત્યાં સુધી તે 'લાલ સિંહ ચઢ્ઢા'નું પોસ્ટ પ્રોડક્શન પણ પૂરું કરી લેશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution