નેટ પરથી કમાણી કરતાં શીખવાડી ધનવાન બની ગયેલો યૂ ટ્યૂબર

લેખકઃ મયુરી જાદવ શાહ | 

યુટ્યૂબની દુનિયા અજબ છે. અહીં તમારી પાસે કોઈ એક ફિલ્ડનું ઝીણવટભર્યું જ્ઞાન હોય અને રજુઆતની આવડત હોય તો અહીં સારી એવી કમાણી કરી શકો છો.

તમે માનશો ? ઈન્ટરનેટ પરથી રૂપિયા કેવી રીતે કમાઈ શકાય તેની સલાહો આપીને એક યુટ્યુબર પોતે ધનવાન બની ગયા છે! અને તેમાં ખોટું પણ નથી, કારણ કે તેમની સલાહો ખરેખર કામિયાબ રહે છે અને અનેક લોકોને સાચું માર્ગદર્શન મળે છે.

 આ યુટ્યબર છે સતિષ કુશવાહા, જે ઈન્ટરનેટ પર જુદા જુદા પ્લેટફોર્મથી રૂપિયા કેવી રીતે કમાઈ શકાય એના રસ્તા દેખાડે છે .

સતિષનો જન્મ ઉત્તરપ્રદેશના દેઓરીએ નામના ગામમાં થયો હતો. તેમણે હિન્દી માધ્યમમાં શિક્ષણ મેળવ્યું હતું. બાળપણથી સતિષને ફિલ્મમેકિંગ તેમજ કેમેરા સાથે કામ કરવાની તીવ્ર ઈચ્છા હતી. પરંતુ પરિવારજનો તેમને ફિલ્મમેકિંગના ક્ષેત્રમાં જવા દેવા માટે સહમત નહોતા.

કહેવાય છે ને કે જયારે તમારા સપના સાકાર કરવા માટે તમારી પાસે કોઈ રસ્તો નથી હોતો ત્યારે આગળ વધવા માટે જાેખમ ખેડવું પડે છે. સતિષ કેરિયર બનાવવા માટે મુંબઈ આવ્યા.

 મુંબઈ સપનાની નગરી છે અને તે બધા માટે કોઈને કોઈ માર્ગ ખોલી આપે છે. અહીં તેમણે પોતાની પહેલી યુટુયબ ચેનલ બનાવી અને ૨૦૧૬માં ૧૫મી ઓગષ્ટના દિવસે એમની ચેનલ પર ૧૦૦૦ સબસ્ક્રાઈબર થઈ ગયા ત્યારથી તેમણે પાછું વાળીને જાેયું નથી. યુટ્યૂબ ચેનલમાંથી કમાણી શરૂ થતાં તેમનામાં ઉત્સાહ આવ્યો અને આ જ ફિલ્ડમાં આગળ વધવાનું નક્કી કર્યું.

આમ તો કોલેજના દિવસોથી જ સતિષ બ્લોગિંગ કરતા હતા ત્યારે તેમની ચેનલનું નામ હતું ‘રિએકશન એમોન્ગ પીપલ’. આ ચેનલમાં તેઓ અલગ અલગ સોશિયલ મિડીયા વિશેની વાતો કરતા હતા. પછી તેમણે ચેનલનું નામ બદલીને રાખ્યું ‘સતિષ કી બાતેં’.અત્યારે આ જ નામથી તેમની યુટ્યુબ ચેનલ ચાલે છે.

આ ચેનલ પર એમણે અનેક લોકોના ઇન્ટરવ્યૂ લીધા, ઘણા નાનામોટા યુટ્યૂબરને મળ્યા, અને ચેનલને લોકપ્રિય બનાવી. એમાંથી જ કમાણી કરીને મુંબઈમાં પોતાનું ઘર લીધું. એટલું જ નહીં, પણ પોતાના માતાપિતાને ફ્લાઈટમાં વતનથી મુંબઈ લાવી ઘર દેખાડ્યું ત્યારે માતાપિતાની આંખોમાં પણ ખુશીના આંસું આવી ગયા.

‘સતિષ કી બાતેં’ ચેનલની ખાસિયત એ છે કે તેમાં સોશિયલ મીડિયા પરથી કઈ રીતે આવક ઉભી કરવી , કેવી રીતે ઓનલાઇન રૂપિયા કમાઈ શકાય તેવી ઘણી બધી બાબતોની તલસ્પર્શી છણાવટ કરવામાં આવે છે.

 આમ છતાં તેમને પોતાના વતનના ગામની પરિવારની ઘણી યાદ આવતી હતી. આથી પોતાના ગામમાં જ સ્ટુડિયો બનાવીને પરિવાર સાથે રહીને હવે તે કામ કરે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution