એટા-
ઉત્તર પ્રદેશના એટામાં સમાજને શરમજનક બનાવની ઘટનાને અંજામ આપવામાં આવ્યો. અહીં કેટલાક છોકરાઓએ ચાલતા ટેમ્પોમાં બીએસસીની વિદ્યાર્થીની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. ઘટના બાદ પીડિતાના પરિવારજનોની ફરિયાદ પરથી પોલીસે બળાત્કારનો ગુનો નોંધી બળાત્કારના બે આરોપીઓને પકડી જેલમાં મોકલી દીધા છે.
પોલીસ સ્ટેશન બાગવાલા હેઠળ બુધવારે સવારે આ આખી ઘટના અંતર્ગત બળાત્કારનો ભોગ બનેલી મહિલા કોલેજ જવા રવાના થઈ હતી. તેણે કોલેજમાં જવા માટે ટેમ્પો પકડ્યો હતો. તે ટેમ્પોમાં તેની સાથે કેટલાક વિદ્યાર્થીઓ પણ હતા. બધા વિદ્યાર્થીઓ કોલેજની સામે ઉતરી ગયા. આ વિદ્યાર્થી ટેમ્પો પરથી ઉતરવી માંગતી હતી ત્યાંરે ટેમ્પો ચાલકે ટેમ્પો આગળ વધારી દીધો. તેની સાથે બીજો છોકરો પણ હતો. પહેલાથી હાજર એક છોકરાએ ફરતા ટેમ્પોમાં યુવતી સાથે બળાત્કાર ગુજાર્યો હતો.
ત્યાં સુધી કોલેજમાં આવેલી યુવતી છાત્રોએ આ માહિતી તેમના શિક્ષકોને આપી હતી. તે પછી બધાએ તે ટેમ્પોનો પીછો કર્યો અને લગભગ 5 કિમી આગળ જઈ ટેમ્પોને પકડી લીધો. ત્યાંથી યુવતીને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં મોકલી દેવાઈ હતી અને બંને આરોપીઓને પોલીસ હવાલે કર્યા હતા. પોલીસે પરિવારના સભ્યોની તાહિર પર બળાત્કારના આરોપમાં બે આરોપીની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો છે.